________________
પ્રબોધ ચિતામણિ
[૬૧]
અનેક છે કે જે રણસંગ્રામના પુરૂષાર્થમાં (લડાઈના મેદાનમાં પરાક્રમ દેખાડવામાં) પિતાના ભાઈઓથી ઓછી ઉતરે તેવી નથી. મહરાજની યુવરાજપણાની ધુરા વિપસ નામના પુત્રે અંગીકાર કરી છે કે જેના વિદ્યમાનપણથી મેહને રાજ્ય સંબંધી કાંઈ પણ ચિંતા રહી નથી. સર્વ કાર્યોને વિષે મર્મનો જાણ મિશ્રાદષ્ટિ નામે તે (મેહ)નો પ્રધાન થયું છે કે જેની મુદ્રા (છાપ) વડે લોકો ત્રણ જગતની અંદર અખલિતપણે પરિભ્રમણ કરે છે. ખરાબ મનના ગરૂપ તેને સામંત છે કે જેઓ સંપૂર્ણ રીતે તેને પગે ચાલનારા છે અને જેઓ પોતે શત્રુની સાથે યુદ્ધ કરી જીત મેળવીને સ્વામીના યશનો ફેલાવો કરે છે. વળી ક્રોધ, માન, દંભ અને લેભ નામના તેના માંડળીક રાજાઓ છે કે જેમના એકેકનું પણ પરાક્રમ ઘણુંજ અસહનીય છે. તેને પ્રસાદ નામનો સેનાપતિ છે કે જેણે શત્રુની સેનાની સાથે લડાઈ કરતાં શાંત મેહ જેવા (અગીઆરમે ગુણઠાણે રહેલા) મહા સુભટોને પણ નીચા પાડી દીધા છે. જેનાથી ઉન્ન થએલા વ્યવહારને પ્રાયે લેકે લેપતા નથી તેવા વેદરૂપી (સ્ત્રીવેદપુરૂષનો અભિલાષ, પુરૂષવેદ-સ્ત્રીનો અભિલાષ, અને નપુંસકવેદબેઉનો અભિલાષ) તેને પંચાતીઆઓ છે, જેઓ સર્વ જીવોને તપાવવામાં સદા તત્પર રહે છે. દેખવાથી પણ બીજાને ભ પમાડનાર ચંડભાવ નામનો તેને કેટવાળ છે અને મહાજનના મનને પ્રિય વ્યાક્ષેપ નગરશેઠ છે. અકુશળ કર્મ (રાબ કર્તવ્ય) રૂપ ભંડાર છે. સંચય નામનો ભંડારી છે