________________
[૬૦]
પ્રબોધ ચિંતામણિ નેહવાળી અને ગંભીર દૃષ્ટિવડે ખુશી કરતો, અનેક પ્રકારની સંજ્ઞા (આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની ઈચ્છા) રૂપ નટીએ રચેલા નૃત્યને જેતે, કામી પુરૂષારૂપ ગાંધર્વવડે ગુણગ્રામ ગવાય છે જેના એ, કિયાના તેર સ્થાનકેરૂપ વંઠ પુરૂએ પગચંપન કર્યું છે જેનું એ, અલંકારરૂપ વચનની રચનાએ સર્વ શરીર વિભૂષિત કર્યું છે જેનું એવો નિર્દયતારૂપ ખલતાવડે શોભિત ભુજાવાળ, નાસ્તિકતારૂપ બાળમિત્રની સાથે ક્રીડા કરવાને કુતુહલી, ઘીથી સિંચાયેલ અગ્નિની માફક દેદીપ્યમાન અને રાજઓના સમૂહે પાળી છે આજ્ઞા જેની એ શ્રીમાન મેહરાજા રાજ્યને પાળે છે. યુવાવસ્થાએ કરી પુષ્ટ શરીરવાળી જડતા નામની તેને રાણી થઈ છે, કે જે પતિવ્રતા રાણી પિતાના પતિના દ્વેષ કરવાવાળા પુરૂ ઉપર કદિ પણ પ્રસન્ન થતી જ નથી. તેની કુક્ષિરૂપ ગુફાના મધ્ય ભાગથી કેશરીસિંહની માફક મકરધ્વજ (કામ) નામનો પુત્ર થયું છે કે જે પિતાના પ્રતાપ રૂપ સૂર્યવડે વિશ્વને ક્ષોભ પમાડા છ વૃદ્ધિ પામેલ છે. તેને ધનની પ્રાપ્તિમાં પ્રીતિ અને અપ્રાપ્તિમાં અપ્રીતિએ આદિ બીજી પણ અનેક સ્ત્રીઓ હતી. પરંતુ ભરથારના ભાગ્યથી આ સર્વ સ્ત્રીઓને આપસમાં શેક સંબંધી ઈષ્યભાવ નહોતું. તે સ્ત્રીઓને રાગ, દ્વેષ અને આરંભ પ્રમુખ હજારે પુત્રે થયેલા છે, કે જેઓની આજ્ઞા ઇંદ્ર અને ચકવતી આદિ પણ મસ્તક ઉપર ધારણ કરે છે. અભિધ્યા (વિષય પ્રાર્થના), મારિ (મરકી) અને ચિંતા વગેરે પુત્રીઓ પણ તે (મહરાજા)ને