________________
પ્રબોધ ચિંતામણિ
[૫૯]
લાયક, ઉલ્લાસ પામતી ધૂળવાળા પહોળા રસ્તાઓ છે. વળી વિષયસેવનના ચારાશી આસનરૂપ રાશી બજારે છે તે આ નગરીમાં દુકાનની શ્રેણીથી શેભાને વિસ્તાર છે. તેમાં વિપરીત પરિણામરૂપ મેટાં ઘરો છે કે જેમાં વ્યાસની માફક અત્યંત આનંદી પ્રાણીઓ નિરંતર વસે છે. જે લેકે આ અવિદ્યા નગરીમાં નિવાસ કરીને રહે છે તે સર્વે સનેપાતવાળા, મદિરા પીધેલા અને ભૂત વળગેલા પ્રાણીની માફક મદથી ઉન્મત્ત થયેલા છે. છેડા લાભથી પણ તેઓ હર્ષિત થઈને ગાયન કરે છે અને હસે છે. તેમ છેડે પણ નાશ થવાથી તે દુઃખિત થઈને આક્રંદ કરે છે અને રૂદન કરે છે. તે નગરીમાં કેટલાએક લેકે કુદે છે તે કેટલાએક ફલંગ મારે છે, કેટલાએક વિવાદ કરે છે ત્યારે કેટલાએક લે છે; કેટલાએક સ્તુતિ કરે છે તે કેટલાએક નિંદા કરે છે, કેટલાએક યાચના કરે છે તે કેટલાએક વાચે છે, કેટલાએક કેપ કરે છે તે કેટલાએક ગર્વ કરે છે અને કેટલાએક પિકાર કરે છે. એવી રીતે આ નગરીમાં મનુષ્યનો કેલાહલ કોઈપણ વખત શાંત થતાજ નથી.
તે નગરીમાં કુવાસનારૂપ મહેલમાં પૂર્ણ પુરૂષની સેનતવાળી પર્ષદામાં અતીશે બુદ્ધિની ભ્રષ્ટારૂપ સિંહાસન ઉપર બેઠેલે, ખરાબ સંસ્કારવડે વિસ્તારવાળું અસંયમરૂપ છત્ર ધારણ કર્યું છે જેણે એ, રતિ અને અરતિ નામની વેશ્યાઓએ ચપળતારૂપ ચામર વજેલ છે જેને એ પાખંડીરૂપ પ્રતિહારોવડે મોટા પુરૂષ પાસે લવાતે, પિતાના ભક્તજનોને