________________
[૫૮]
પ્રબોધ ચિતામણિ
-
-
-
જાએ છિદ્રો વિનાના ઘરવાળી અવિદ્યા નામની નવી નગરી વસાવી. તેની ચારે બાજુ પાખંડીઓના મતરૂપ અનેક કાંગરાઓથી ઉપશોભિત અજ્ઞાનરૂપ કિલ્લો નાંખીને બનાવીને) તે તેમાં રહ્યો. તે નગરીમાં સેંકડે લેકેના પિસવા અને નિસરવાથી થતા અન્ય સંઘર્ષની સાક્ષીભૂત, રાજમાર્ગ સરખી, ચાર ગતિ (દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક) જોવામાં આવે છે. તે નગરી ફરતી નિપુણ બુદ્ધિવાળાને જેનો જળસમૂડ ગ્રહણ કરવા લાયક નથી એવી તૃષ્ણારૂપી ખાઈ છે, અને અસત્ વસ્તુઓ રૂપ ઘર છે. તેમાં શીતળ છાયાથી મનોહર સ્ત્રીઓના ભેગરૂપ બગીચા (શોભી રહ્યા છે, અને વેશ્યાઓના વિલાસરૂપ દુર્ગમ કીડા પર્વતે આવી રહ્યા છે. વળી જ્યાં સ્મર (કામદેવ) આદિ મહારાજાના પુત્ર ધનુવિદ્યાનો અભ્યાસ કરી રહ્યા છે એવું હૃદય અને નેત્રને જીવન તુલ્ય યોવનરૂપી વન છે. હિંસાને પુષ્ટિ કરનારા ગ્રંથરૂપ તળાવો છે, તેનો બ્રિજ (બ્રાહ્મણો અથવા પક્ષી)ના સમૂહરૂપ પરિવાર છે અને સમગ્ર ઉપદ્ર જ્યાં અટકાવેલા છે એવી હઠવાદરૂપ મટી પાળ છે. તે નગરીમાં સુંદર સંસ્થાનવાળી અને સ્તનરૂપ કેક પક્ષીથી, ત્રીવલીરૂપ કલ્લેલથી અને હાથપગરૂપ કમળથી ઉપરોભિત એવી સ્ત્રીઓના શરીરરૂપ કીડા કરવાની વાવ છે. વળી સદાચારનો ત્યાગ કરવામાં તત્પર થયેલી, અન્યને દૂષિત કરવાના વિચારવાની અને પરચક (વિવેક)થી થતા ઉપદ્રવને સમાવનારી પાદરદેવતા છે. તેમાં અનેક ભવમાં બ્રમણ કરવારૂપ અને સર્વ પ્રકારે મેહના સૈન્યને ચાલવા