________________
પ્રખેાધ ચિંતામણિ
[૧૫]
નહીં કરે. અર્થાત્ તે ત્રણ જ્ઞાન સહિત ગ'માં ઉપજશે. જ્યારે શ્રેણિકરાજાનું નરકથી નીકળવુ થશે ત્યારે ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી પૂર્ણ થઇ રહ્યા પછી ઉત્સર્પિણી કાળનો પહેલા આરા સમાપ્ત થયે છતે અને બીજો આરા શરૂ થયે છતે દુગ્ધ થયેલી જમીન ઉપર કાળના સ્વભાવથી આ પ્રમાણેના વરસાદા પેાતાની મેળે વરસશે. પ્રમળ અગ્નિની
વાળાએ કરી કેસુડાની માફક લાલ થએલી આખી પૃથ્વી પ્રથમ પુરાવત્ત મેઘની વૃષ્ટિવડે શાંતતાને પામશે. ત્યારપછી ક્ષીરમેઘના વરસાદથી ઝરતા દુધના સમૂહે કરી સિંચાયેલી આ પૃથ્વીને તપસ્વીએ જેમ પેાતાના શરીરને તેજની સાથે જોડે છે તેમ આ વરસાદ પાતાના વર્ણની સાથે જોડી દેશે અર્થાત્ પૃથ્વીને શ્વેતવર્ણી કરશે. ત્યારપછી પતિ જેમ નવીન પરણેલી સ્ત્રીમાં કોમળ વચનોવડે સ્નેહ દાખલ કરે છે તેમ યેાગ્ય અવસરે ધૃતઘન નામનો વરસાદ (ઘી સદેશ) પાણીવડે પૃથ્વીમાં ચિકાશ (સ્નિગ્ધતા) દાખલ કરશે. ત્યારપછી અમૃતના વરસાદની ઉત્તમ ધારારૂપ હાથથી પૂજાએલી આ પૃથ્વી નાના પ્રકારના અંકુરાના મિષથી રેશમાગમે કરી હવાળી દેખાશે. પછી જેમ કવિ પેાતાની વાણીવર્ડ કાબ્યાને વિષે અનેક રસા (શૃંગારાદિ)ને સચેાજિત કરે છે તેમ રસ નામનો વરસાદ પાણીવડે અનેક રસાને પૃથ્વીમાં સયેાજિત કરશે. પછી જેમ રાત્રિને વિષે તારા પેાતાની મેળે પ્રગટ થાય છે તેમ કાળના સ્વભાવથી પ તા, વેલા અને વનાદિ પદાર્થા પેાતાની મેળે (અનેક પરમાણુએ એકઠાં થઈ). પ્રગટ થશે. તે અવસરે આ ભરતક્ષેત્રમાં બીજાને