________________
પ્રબોધ ચિંતામણિ
[૪૧] બળ અને તેજ જેમ વૃદ્ધિ પામે તેવા પ્રયત્ન કરવા લાગ્યું. મહાભક્ત મનને માયાએ પણ કેટલીક લક્ષ્મી આપી. સેવકેને વિષે જે પુરૂષ બંધ મુઠ્ઠીવાળા ( કૃપણ) હેય છે તે શું સેવાને માટે લાયક છે? અર્થાત્, નથી. માયાની પ્રેરણાથી હંસરાજાએ મનને પોતાનો પ્રધાન બનાવ્યું. પ્રાયે સ્ત્રીના પક્ષના માણાને ધનાઢયે વૃદ્ધિ પમાડે છે.
હવે કઈ અવસરે કામ (વિષય)થી આકાળ થયેલા મને સ્ત્રીને અંગીકાર કરવાની ઈચ્છા કરી. (કઈ શંકા કરે કેમન તે નપુંસક છે. તેનો ઉત્તર આપે છે કે મન એવા શબ્દ બોલવામાં નપુંસક લિંગે છે, પણ પરમાર્થથી મન નપુંસક નથી. મનની એવી ઈચ્છા થવાથી નિરંતર ભત્તરની નજીક રહેવાવાળી દુબુદ્ધિએ ચપળ સ્વભાવવાળી પ્રવૃત્તિ નામની પિતાની પુત્રીને ચપળ મનની સાથે પરણાવી. પ્રવૃત્તિ [મનપ્રધાનની સ્ત્રી] નિરંતર મોડને વિષે નેહની વૃદ્ધિનો વિચાર કરતી હતી, કારણકે માયા અને દુબુદ્ધિથી આ પ્રવૃત્તિ કાંઈ જુદા વિચારવાળી નહોતી. એક દિવસે હંસરાજાની પાસે આવેલી સદ્દબુદ્ધિ આ ત્રણે સ્ત્રીઓ [દુબુદ્ધિ, માયા અને પ્રવૃત્તિને જોઈને વિચારવા લાગી કે “રાજાની અપૂર્વ ભક્તિ કરવાવાળો સરખા ગુણવાળી સ્ત્રીનો સમુદાય બરાબર મળે છે. રાજાનું નિકંદન કરવાને માટે કાળના જેરથી ક્રૂર મધુરતાવાળી આ ત્રણે સ્ત્રીઓ પણ ભરણું, ભદ્રા અને ગિનીની માફક એકડી મળી છે. પોતાના સ્વરૂપને