________________
[૨૪]
પ્રબંધ ચિતામણિ મક્ક થઈને પ્રવૃત્તિ તેને (મનપ્રધાનને કહેવા લાગી કે હે નાથ ! જે મારી વાત માને તો હું તમને કાંઈક કહું. તેના ઉત્તરમાં “નિઃશંકપણે બેલ, ભય નહીં રાખ.” આ પ્રમાણે પ્રધાનના કહેવાથી તે પ્રવૃત્તિ) કહેવા લાગી—“હે પ્રભુના ! આ નિવૃત્તિ નામની. તમારી સ્ત્રી મારા ઉપર નિરંતર ટુરમનની માફક આચરણ કરે છે. તેનું મુખ તે ગાયનું છે પણ તે વાઘણની માફક મને મારવા ઈચ્છે છે. હું જે પ્રાણુ ધારણ કરૂં છું તે કેવળ તમારાજ પ્રસાદ છે. હે સ્વામી! તમારા તેજ બળને પણ એ ઓછું કરવાને ઈચ્છે છે. તેથી એને આધીન થઈને એક પગલું પણ ભરશે તે તે સર્વ ખોટું છે. કારણ કે કીડા કરવી, હસવું, ગાયન કરવું અને કરવું, પાન કરવું તથા ભેજન કરવું વિગેરે યુવાવસ્થામાં યુવાન પુરૂષને સારભૂત છે તે તે નિવૃત્તિને રુચતું જ નથી. તેની મા પણ દેખવાળી છે, કેમકે હંસરાજાએ પહેલાં તેને ત્યાગ કરેલ છે. તેથી તેની પુત્રી આવી થાય તેમાં આદુઘટતું શું છે? હે સ્વામી! તમારે વિષે તે નિર્ભર ભક્તિવાળી નથી તેથી તે આંતરે આંતરે તમે અવગણના કરેલા હંસરાજાનો તે નિરંતર આશ્રય લીધા કરે છે. તેનો વિવેક નામનો પુત્ર છે તે મારી સ્વામીનીના મોહ નામના પુત્ર પ્રત્યે જાતે વૈરીની માફક વેર ધારણ કરતે છતે તે (મેહ)ના પ્રાણુ લેવાને ઈરછે છે. એ બળવાન વિવેકના કવાથી જે આ મહિને ઉપદ્રવ થશે તે હે પ્રાણનાથ! તમે મને ફરીને જીવતી નહીં જશે. અર્થાત્ હું મરણ પામીશ. હે લોકના સ્વામી ! પૂર્ણ