________________
પ્રબોધ ચિતામણિ
[૪૫]
વાત જ શી કરવી ! આપસ આપસમાં વૈર ધારણ કરતા એવા મોહ અને વિવેક વનમાં રહેલ ક્રૂર અને શાંત સ્વભાવવાળા બાજપક્ષી અને પિપટની માફક રાજાની આગળ વૃદ્ધિ પામવા લાગ્યા. ત્યારપછી ચપળ ચાવડે પતિને ખુશી કરતી પ્રવૃત્તિએ માયાને અને પોતાની મા [ટુબુદ્ધિ ને આશ્ચર્ય ઉપન્ન કર્યું ત્યારે શાંત અને ગંભીર વૃત્તિવડે સ્વામીને સંતોષતી નિવૃત્તિએ પણ તે [પ્રધાનના અને રાજાના મહાન સુખમાં વધારો કર્યો. રાજા અને પ્રધાન નિવૃત્તિના સુખી કરવાથી આપણુ ઉપર કદાચ વિરક્ત થશે, આ પ્રમાણે વિચાર કરીને માયા અને દુબુદ્ધિ પ્રવૃત્તિને એકાંતે કહેવા લાગીહે પુત્રી ! તારે તારા સ્વામીની સેવામાં આંતરૂં ન પાડવું અને તે તે [હિંસા પ્રમુખ આરંભના સંબંધે કરી તારે તારા સ્વામીને નિરંતર તેવા કાર્યોમાં પ્રેરવો, અર્થાત્ આર ભમાં મગ્ન કરે. આ નિવૃત્તિનો (તારા સ્વામી પાસે જવાનો) અવસર તારે સાવધાન થઈને રેકો. તે (નિવૃત્તિ) આપણી વેરણ હેવાથી તેનો વાર ઉલ્લંઘન થતું તારે બીલકુલ ન ગણવો. આ પ્રમાણે માયાને દુબુદ્ધિની શિખામણ પામીને સર્વ કામની જાણ એવી પાપિણ પ્રવૃત્તિ સંકલ્પરૂપ શય્યા રચીને નિરંતર સ્વામીની સેવા કરવા લાગી અને કેઈ વખત વિશ્રામ પામીને મારો સ્વામી રખેને નિવૃત્તિને મળી જાય, એ હેતુથી પ્રવૃત્તિ ઉપરા ઉપર જુદા જુદા કાર્યો કરવામાં સ્વામીને પ્રવર્તાવવા
લાગી. (તે કાર્યો બતાવે છે)–જીવોની હિંસા કરવામાં, અસત્ય બોલવામાં, ચેરી કરવામાં, પરસ્ત્રી ભેગવવામાં, મવ