________________
પ્રબંધ ચિંતામણિ
[૪૩] તે સર્વ વ્યાપાર બંધ કરાવે છે. અનુકમે પ્રવૃત્તિએ દુબુદ્ધિની સાથે અને નિવૃત્તિએ બુદ્ધિની સાથે મન પ્રધાનનો મેળાપ કરાવ્યું અને કાકાક્ષિગોલક (કાગડાની આંખના ગેળાનો ન્યાય પોતાના સ્વામીને શીખવ્યો.
દુર્બોદ્ધિએ માયાની સારી રીતે ભક્તિ કરી, એટલે તે દાંભિકી માયાએ પોતાના પુત્ર મેહની સાથે પ્રધાનને મિત્રોઈ કરાવી અને તે પ્રિધાનોને કહેવા લાગી કે “હે પ્રધાન! તમે ભાગ્યવાન છે કે પ્રવૃત્તિ જેવી સ્ત્રી તમને મળી છે. કેમકે પ્રાયે ગુણવાન પુરૂષોને પણ સરખા ગુણવાળી સ્ત્રી મળવી – દુર્લભ છે. વિલાસવાળી, ખુબસુરત અને કષ્ટયુક્ત કાર્યમાં પણ ખેદ નહીં પામનારી પ્રવૃત્તિના જેવી સ્ત્રી મેં પૃથ્વી ઉપર જોઈ નથી. હે સ્વચ્છ ! સદ્દબુદ્ધિથી જન્મેલી જે આ નિવૃત્તિ કન્યા તમે પરણ્યા છે તે તો સ્વભાવથી જ આળસુ, કિયારહિત અને દુનિયાથી વિલક્ષણ સ્વભાવની છે. તમે યુવાન છે, તેમજ બળવાન છે, માટે તે [નિવૃત્તિમાં આદર કર એ તમને ઉચિત નથી. પૃથ્વીનો ભાર ઉપાડવામાં સમર્થ શેષનાગને શરીરનું ચકને આકારે મંડપ કરવામાં શું પ્રીતિ થાય? અર્થાત્ જ થાય. તમે [પ્રધાનપણની] સર્વ મુદ્રા પામ્યા છે તે હવે સ્વજનવર્ગનું રંજન કરવાવાળા થાઓ. પિતાની સરખા ગુણ વિનાના માણસની સાથે આસક્તિ
* કાગડાને આંખનાં છિદ્ધ એ હોય છે પણ જોવાનો શક્તિવાળો ગોળો એક હોય છે, તેથી આંખોનો ગોળો જેમ ફેરવો હોય તેમ ફરે છે. તેવી જ રીતે આ સ્ત્રીઓ જેમ મનપ્રધાનને ફેરવે છે તેમ તે ફરે છે.