________________
[ ૪૬ ]
પ્રમેધ ચિંતામણિ
માંસ વાપરવામાં, શિકાર કરવામાં. ચાડી કરવામાં, દ્રોહ કરવામાં અને મહારંભ કરવામાં સ્વામીને તેણે (પ્રવૃત્તિએ) એવી રીતે પ્રવર્તાવ્યેા કે મતપ્રધાન (તેનો સ્વામી) નિવૃત્તિને દુર્ભાગિણી સ્ત્રીની માફક આંખથી પણ જોઇ ન શકયેા. પ્રવ્રુત્તિ ઘાણીના બળદની માફક નિરંતર મનપ્રધાનને એવી રીતે ભમાવતી હતી કે શિકારીના પાછળ પડવાથી જેમ હરણુ કોઇ ઠેકાણે વિશ્રામ ન પામે તેમ તે (સનપ્રધાન) કિંચિતપણુ વિશ્રામ પામતા નહેાતા.
હવે માયા વિચાર કરે છે કે-આ હું સરાજા પણ પેાતાના સ્વરૂપને ન જાણવાથી અમારામાં આસક્ત થયેા છે; પણ પેાતાના સ્વરૂપને જાણ્યા પછી નિશ્ચે અમારાથી વિરક્ત થશે; અથવા દુનિયામાં શ્રીમાન પુરૂષ અસ્થિર મિત્રાઇવાળા જ હાય છે. પણ આ મહામાત્ય (પ્રધાન)થી અમને પગલે પગલે લક્ષ્મીની પ્રાપ્તિ થઇ છે, માટે તેની પ્રીતિ વધારવા ચેાગ્ય છે. આવે વિચાર કરીને માયા પ્રધાન ઉપર વધારે ને વધારે પ્રીતિ ધરવા લાગી. તેથી જો હું વધારે વહાલા થાઉં તા મશ્કરી અને કૌતુકની ક્રીડાઓ પૂર્ણ થાય’ એવા વિચારથી મંત્રી પણ રાજા ઉપર વેર ધારણ કરતા માયાને સેવવા લાગ્યા. એટલે વાયુથી વ્યાપ્ત થયેલ અગ્નિ, દારૂ પીધેલ હાથી, શિકારીને આધીન થયેલ બાજપક્ષી, પાંખવાળા સર્પ, કુપથ્ય ખાવાથી પ્રાપ્ત · થયેલ રોગ અને ઝેર પાયેલ માણુ જેમ અત્યંત દુઃસહુ થાય છે, તેમ માયાના મળવાથી મનપ્રધાન પણ અત્યંત દુઃસહ થઈ પડયે પૃથ્વી ઉપર ચાલતાં