________________
[૪૨]
પ્રબોધ ચિંતામણિ નહીં જાણનારે રાજા મારી શિખામણ તે કઈ દિવસ સાંભબતેજ નથી, અને આ સ્ત્રીઓના કામણ કરવાથી પિતાને [ગુણેથી] સંપૂર્ણ જુએ છે, જે અધિકારને મનપ્રધાન હમ અંગીકાર કરે છે તે [મનપ્રધાન ને પણ આ સ્ત્રીઓએ ચળાવેલ [ ફેડેલ ] હોવાથી આગામીકાળમાં તેનું સ્થિરપણું હું જેતી નથી. જ્યારે મારો ગૃહસ્થાશ્રમજ આવો થયો ત્યારે હું શું કરું? અને શું બેલું? આ ઘરની છાની વાત વિચારતાં પણ મને લજજા આવે છે. આ જ કારણથી જો મારાથી પેદા થએલે નિવૃત્તિ નામની મારી પુત્રીને આ મડા અમાત્ય [મન]ની સાથે પરણાવું અને કદાચ તેને કોઈ પુત્ર થાય તો તે કલેશમાં ડુબેલા આ પિતાના માતામિડ [હંસરાજાનો ઉદ્ધાર કરવામાં સમર્થ થાય, અને તેજ આ . ત્રણે સ્ત્રીઓના વેગને રોકવાને પણ સમર્થ થાય.” આ પ્રમાણે વિચાર કરીને “તું મારા સ્વામીને ઘણે વહાલે છે' એમ પ્રધાનને કહીને સદ્બુદ્ધિએ નિવૃત્તિ નામની પિતાની પુત્રીની સાથે મનપ્રધાનનો વિવાહ કર્યો. ત્યારથી જેમ પૂર્વ અને પશ્ચિમ દિશા સૂર્યની સેવા કરે છે, તેમ જુદા જુદા સ્વભાવવાળી પ્રવૃત્તિ અને નિવૃત્તિ નામની બંને સ્ત્રીઓ વારાફરતી સ્વામીની સેવા કરવા લાગી. કરિઅણના વેપાર કરવાવાળા પુરૂષને જેમ પ્રાતઃ સંધ્યા કિયા [દુકાન ખેલવી, કરિઆણ બહાર કાઢવાં વિગેરે કાર્યોમાં પ્રેરે છે અને સૂર્યાસ્ત સંધ્યા તે ક્રિયાની નિવૃત્તિ કરાવે છે તેમ પહેલી પ્રવૃત્તિ સ્ત્રી [મનપ્રધાનને ક્રિયા કરવામાં પ્રેરે છે ત્યારે બીજી નિવૃત્તિ સ્ત્રી