________________
[૪૦]
"પ્રબંધ ચિંતામણિ ત્યારે પ્રેમવડે અથવા સ્તુતિવડે પણ તેઓ રેકી શકાતા (શાંત કરાતા) નથી. સ્ત્રીઓ નિરો કેમળ હૃદયની હોય છે, અને પુરૂષ પ્રાયે રૂક્ષ (નેહ, વિનાના) હૃધ્યના હેય છે, એ વાત ખરી નથી. જુઓ, નદીઓ સમુદ્રને સ્વાદિષ્ટ (મીઠું) પાણી આપે છે, ત્યારે સમુદ્ર નદીઓના મેમાં ખારું પાણી નાખે છે. (ભરતી આવે છે ત્યારે નદીઓના મુખમાં ખારૂ પાણું થાય છે). જ્યારે આવે મારા મનવાળે મર્યાદા મૂકે છે ત્યારે (એમ નિર્ણય થાય છે કે, પવિત્ર આચારવાળાઓને પણ તે ભવિતવ્યતા દુઃખે ઓળંગી શકાય તેવી છે. આ પ્રમાણે વિચાર કરીને સદ્દબુદ્ધિ સપત્ની (શાક)ની શંકાથી અદશ્ય થઈ ગઈ, કેમકે ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરે. તે બુદ્ધિનું મુખ્ય લક્ષણ છે. . તે (સદ્દબુદ્ધિ)ને નહીં દેખવાથી માયા ઉલટી (વધારે ઉન્માદ કરવા લાગી. સૂર્યની પ્રભા દૂર થવાથી શું રાત્રિ અહંકાર નથી કરતી? અર્થાત્ કરે છે. પછી શંકારહિત માયાએ પોતાના સ્વામીના આખા શરીરને એવી રીતે આલિંગન ર્યું કે આ બંનેને દૂધ અને પાણીની માફક બીલકુલ ભેદ રહ્યો નહીં. તે (માયાસ્ત્રી) ના આલિંગનના સુખને પ્રગટ કરવા તત્પર થયેલ હંસરાજા નિરંતર તેનાજ રાગની વિશેષ વૃદ્ધિને માટે પ્રવર્તાવા લાગ્યા. “આ માયા રાજાને અત્યંત પ્રિય છે એમ સારી રીતે નિર્ણય કરીને બુદ્ધિમાનોમાં મુખ્ય એવા મને પણ તેની જ સેવા કરવી શરૂ કરી. હવે મન નિરંતર બીજાં કાર્ય મૂકીને માયાની તુષ્ટિ, પુષ્ટિ,