________________
ચ સ્થાને બળ તેને એટલાથી એમ
[૨૪]
પ્રબંધ ચિંતામણિ કરીને યથાર્યોગ્ય સ્થાને બેસશે. પછી એ મુનીંદ્રની નિર્દોષ દેશનાનું વારંવાર શ્રવણ કરવાથી તેને એટલે બધે સંતોષ થશે કે દેવામાં અને પતમાં કાંઈપણ તફાવત નથી એમ માનશે. અર્થાત્ દેવ અમૃતપાન કરે છે તે કરતાં આ દેશનામૃત અત્યંત વિશિષ્ટ છે કે જેનું મેં પાન કર્યું છે તેથી દેવે કરતાં મારામાં કોઈ પણ ન્યૂનતા નથી. એમ તે માનશે. દેશનાને અંતે તે ઠાકર મુનિરાજને પૂછશે કે “હે મુનિશ્રેષ્ઠ તમને જેવાથી એક ક્ષણમાત્રમાં વચનથી કહી ન શકાય તેવું આશ્ચર્ય હું પામે છું, પરંતુ હે મહારાજ ! તમે કોણ છે, ક્યાંથી આવ્યા છે અને આ લક્ષ્મી કેવી રીતે પામ્યા છે. આટલું તમારું વૃત્તાંત કહીને મારા જેવા જીવા ઉપર અનુગ્રહ કરે. કદાચ તમારી વાણવડે હું પણ ઉત્સાહ પામું, કારણકે આ (મે પામ્યા ને ) લક્ષ્મી મેળવવા માટે ઉત્તમ પુરૂષના ચરિત્રનું સાંભળવું એ ખરેખરૂં લાભદાયક છે.” આ પ્રમાણેનો પ્રશ્ન સાંભળીને તે શ્રેષ્ઠ મુનિ મોગરાની કળીઓ સદશ દાંતની ઘુતિની સાથે વાસ કરનારી વાણીવડે કહેશે, “હે સૌમ્ય ! તમે હમણાં મને જે પ્રશ્ન પૂછયે તેનો ઉત્તર હું આપું . પરંતુ એ હેવાલ ઘણું મટે છે, માટે શાંત ચિત્તવાળા થઈને સર્વ સાંભળે.
શ્રી જયશેખરસૂરિ વિરચિત પ્રબંધ ચિંતામણિ ગ્રંથમાં શ્રી પદ્મનાભ તીર્થકરનું ચરિત્ર અને ધમરૂચિ મુનિના વર્ણન સહિત બીજો અધિકાર સમાપ્ત થયે.