________________
[૨૬] .
પ્રબોધ ચિંતામણિ કઈ એક લોકવ્યાપક હંસરાજા પાલન કરે છે. આ હંસરાજાને જે ગુણે છે, તેમાં કેટલાક પ્રત્યક્ષ છે અને કેટલાક પક્ષ છે. તે સર્વ ગુણોને પ્રગટ કહેવાને હજાર જીવ્હાવાળ (શેષનાગ) પણ અસમર્થ છે. કેટી ગ્રંથને અભ્યાસ કરેલા અને નિર્જન સ્થળે તપ કરનારા (મહાપુરૂષ) પણ તેનું શુદ્ધ સ્વરૂપ નિરૂપણ કરવામાં પોતાના પ્રયાસને નિષ્ફળ માને છે. આંગળીએ મેરૂપર્વત ઉપાડવામાં અને બે હાથે સમુદ્ર તરવામાં જે શૂરાઓ છે તે સર્વે આ મહા પરાક્રમી હંસરાજાની શક્તિઓ કરીને જ બળવાન છે. એક સમયમાં ઉંચે અને નીચે લેકને અંતે જઈ શકવા જેટલે વેગવાન હંસરાજ તેની સાથે મિત્રાઈ કરવાને ઈચ્છતા પવનથી પણ લજજા પામે છે, અર્થાત્ તેની સાથે રહી શકતું નથી. જે બુદ્ધિ ચૌદ પૂર્વરૂપ - સમુદ્રોને સુખે ઓળંગી જાય છે તે બુદ્ધિ સ્પષ્ટ રીતે આ હંસરાજાના માત્ર કેટલાક આત્મપ્રદેશન ખુરવારૂપ છે. સર્વ શાસો આ હંસરાજાના જ જ્ઞાન- સમુદ્રના કલ્લેલ રૂપ છે. તેમાં કેટલાએક કલ્લે ઉત્તમ બેધરૂપ મતથી ભરપૂર છે અને કેટલાએક ખરાબ બોધરૂપ મગરમચ્છોથી ભરપૂર છે. જે (કેવળજ્ઞાન)ની આગળ આકાશમાં રહેલ સૂર્ય પતંગીઆ સરખે છે તે કેવળજ્ઞાન આ હંસરાજાનું સ્વભાવિક તેજ (સ્વરૂપ) છે. સ્પર્શમાં, વર્ણમાં, રસમાં, ગંધમાં કે સંસ્થાનમાં કઈપણ પ્રકારથી આ હંસરાજા ઓળખાતું નથી, અર્થાત્ આ હંસરાજામાં સ્પર્શ, વર્ણ, રસ, ગંધ કે સંસ્થાન છે જ નહીં વળી તે બાળ, યુવાન, આર્ય, અનાર્ય, સી, પુરૂષ, સ્થાવર, ત્રસ, સૂક્ષ્મ છે