________________
[ ૨૮ ]
પ્રાધ ચિંતામણિ
ચેતના નામની રાણી છે. સંવિત્તિ, ઉપલબ્ધિ, સવિત્, ચિ, ચેતના, પ્રજ્ઞા અને આત્મજ્યેાતિ-આ સર્વે ચેતનાનાં એકા વાચક નામાંતા છે. અંજન વિનાનું, ઉજ્જવળ, ઉદ્દામ, અપ્રતિપાતિ (આવ્યુ ન જાય તેવું) મનોહર એવું કેવળજ્ઞાન નામનું પહેલું નામ તે એ રાણીનું સ્વાભાવિક રૂપ છે. આ કેવળજ્ઞાન સ્વરૂપ (રાણી) પાસે છતાં હુંસરાજા તેના સ્વરૂપને ાણતા નથી કારણકે જ્ઞાનાવરણી કમે કરીને તે (હુંસરાજા ) નિરંતર ઢંકાયેલેા છે, તે ચેતના રાણીનું બુદ્ધિ નામનું બીજું રૂપ સાંભળ્યું છે. પણ તે મુખ્ય રૂપથી પ્રભામાં અનંત ગુણહીન છે. આ હુ'સરાજા પ્રગટ કે છાની રીતે જે ભળે છે, સાંભળે છે, ખાય છે, જાય છે, સુંઘે છે કે ખેલે છે. તે સ કાર્યો તે બુદ્ધિ (ચેતનાના બીજા રૂપ)ને સાક્ષી રાખીનેજ કરે છે. પાંચે દનવાળાએએ આ ચેતનાને પુરૂષથી પેદા થએલી માનેલી છે અને નાસ્તિક મતવાળા પાંચભૂતથી પેદા થએલી માને છે, છતાં પણ તેનું ખંડન કરતા નથી. ભવાંતરમાં જતાં પણ પેાતાના સ્વામીનો આ ચેતના કોઇ વખત ત્યાગ કરતી નથી. તેટલા માટેજ તે સતીવ્રતની તીવ્રતાવડે હંસરાજામાં વિશ્રામ પામેલી છે. કઠિનતા એ પૃથ્વીનું એક લક્ષણ છે, છતાં મીઠી પૃથ્વી, ખારી પૃથ્વી અને તેના અનેક ભેદો છે તેમ બુદ્ધિ એક જ્ઞાન સ્વરૂપ છેતેપણ સજ્બુદ્ધિ અને અસબુદ્ધિ એમ તેના બે ભેદ છે. તે સત્બુદ્ધિ અને અસત્બુદ્ધિ અને હંસરાજાની રાણીએ થઇ છે, પણ સૂ ની ક્રાંતિ અને રાત્રિની માફક તે અન્યાન્ય ઇર્ષા કરે છે. હસરાજા જ્યારે