________________
પ્રબંધ ચિંતામણિ
[૨૭] બાદર એમ કઈ પણ પ્રકારે કહેવાતું નથી. કેવળ તે એક રૂપવાળો છતાં પણ સ્ફટિક રત્નની માફક પિતાનાં કરેલ કર્મોથી ઉત્પન્ન થયેલ આશ્રયના (શરીરના) ભેદ કરીને ભિન્નતા (અનેક રૂપ)ને પામે છે (સેવે છે.) તે કર્મસહિત હોય છે ત્યાં સુધી પૃથ્વી, સ્વર્ગ, જળ અને સ્થળમાં વિલાસ કરે છે અને કર્મ રહિત થાય છે ત્યારે લેકાગ્ર (સિદ્ધાવસ્થા)ને પામીને ફરી આ સંસાર નગરીમાં આવતું જ નથી. જેમ કાષ્ઠમાં અગ્નિ, તલમાં તેલ, દહીંમાં ઘી, માટીમાં સેનું અને દૂધમાં પાણી રહ્યું છે તેમ તે શરીરમાં રહ્યો છે.
હું” એવી પ્રતીતિથી જાણી શકાતે, (સંસારી આત્મા ત્રણે કાળમાં સક્રિય (ક્રિયા કરવાવાળા) ઇંદ્રિયને અગોચર, અનંત પર્યાયવાળા, કર્મનો કર્તા અને તેનો ભક્તા, જ્ઞાનમય, દેહથી જુદો, અસંખ્યાતા પ્રદેશવાળેઆદિ અંતરહિત અને (ઉત્તમ) યેગીઓથીજ જાણી શકાય એ સ્વરૂપથી આ આત્મા (હંસરાજા) છે. જેમ અંધારી રાત્રિએ દીપક ઘરમાં પ્રકાશ કરે છે, તેમ લેકને વિષે રહેલા સમગ્ર દ્રવ્યને આ આત્મા પ્રકાશિત કરે છે. જેમ સેનાનો અધિપતિ સેનાના અંગને અને સુતાર રથના અંગને જોડે છે, તેમ તે (આત્મા) પાંચભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ)ને યત્નપૂર્વક જોડે છે. જેમ નેત્ર વિના મુખ અને તેજવાન ચંદ્ર વિના આકાશ નિચે શૂન્ય લાગે છે, તેમ ચૈતન્યથી શોભતા આ હંસરાજા (આત્મા) વિના સર્વ જગત્ શૂન્ય છે.
સ્વામીના વિયેગ દુઃખની અજાણ અને વિવિધ પ્રકારના રૂપે કરી સ્વામીને રંજન કરનારી આ (હંસરાજા)ને