________________
[૩૪]
પ્રબોધ ચિતામણિ એ હંસરાજા નરકમાં પણ ગયે. (સત્ય છે કે, વાયરાના ફેરવવાથી પાંદડું સમુદ્રને વિષે પણ પડે છે. સદ્દબુદ્ધિ અવકાશ મેળવીને હંસરાજાને મળી ન જાય તેટલા માટે જે જે ઠેકાણે તે જતો તે તે સર્વ ઠેકાણે તે (માથાસ્ત્રી) તેની પાસે જ રહેતી. જોકે હંસરાજાનું ઘણું પ્રેમબંધન તે છેલ્લી (માયાસ્ત્રી)માં હતું, અને બુદ્ધિમાં તે (પ્રેમબંધન) આંતરે આંતરે હતું, તોપણ (અનુક્રમે) ઉગ કરવાવાળી માયાનું દુરાત્મપણું કાંઈક કાંઈક રાજાએ જાણ્યું પણ રાજા વિદ્વાન હતા છતાં દુરાચારવાળી માયા સ્ત્રીને મૂકવાનો સમર્થ થયો નહીં. (સત્ય છે કે, મુદ્રના પૂરમાં ડુબેલાને મૂકાવવામાં કેણ સમર્થ થાય?
આ પ્રમાણે અનેક ભવનને વિષે ભમી ભમી પ વટેમાર્ગની માફક થાકી ગયેલ હોય તેમ અન્યદા રાજાએ માનવ નામના શહેરનો આશ્રય કર્યો, અર્થાત્ મનુષ્યપણું પામ્યો. આ નગરમાં પ્રવેશ કરતાં જ તેને કમના રોગથી મન નામના બાળકની સાથે અકસ્માત્ મેળાપ થયે, અને તેથી તેણે ઘણુ સારા શુકન થયા એમ માન્યું. ઈંદ્રિએ ગ્રહણ કરેલા ભાવને આત્મામાં વ્યક્ત કરવાનું કારણ, જલદી ચાલવાવાળું, સંકલ્પ કરવાવાળું, પુદ્ગલથી પેદા થયેલું, શરીરે સૂક્ષ્મ, ઘણું દ્રવ્યવાળું (ઘણાં પરમાણુઓથી બનેલું ), આળસરહિત અને મહા બળવાન-એવા મનને “તે મારે પ્રધાન થશે એમ ધારીને હંસરાએ અંગીકાર કર્યું. પોતાના બળથી ગ્રહણ કરેલા લેકવ્યાપી ઔદારિક પુલવડે રાજાએ તે માનવ શહેરને અત્યંત વૃદ્ધિ પમાડવાનો આરંભ કર્યો.