________________
[૩૬)
પ્રબોધ ચતામણિ તુલ્ય! આ દુષ્ટ સ્ત્રીના વ્યસનને શા માટે આદરે છે? આવી નીચ સ્ત્રીનો પરિચય કરે તમને લાયક નથી. હે સ્વામી! કેઈપણ વિદ્વાન પુરૂષ તે આ દુષ્ટ સ્ત્રી સાથે રાગ કરતે નથી. તમે આના ઉપર રાગ કરીને દુર્જન મનુષ્યમાં અગ્ર
પણું કર્યું છે. (અન્યક્તિથી સબુદ્ધિ હંસરાજાને સમજાવે છે). હે સૂર્ય ! નિર્મળ ઉદયને આપવાવાળી પૂર્વ દિશાને મૂકીને ઉત્તમ પુરૂષોને નિંદવાલાયક પશ્ચિમ દિશા તરફ તું જાય છે, પણ તેનું જે ફળ તને મળે છે તે ઠીકજ મળે છે. એ ફળ કહીને કર્યો પુણ્યવાન જીવ બીજાના ક્ષત ઉપર ખાર નાંખે ? અર્થાત્ તે તું તારી મેળે જ સમજી લેજે.
તૃષાથી પીડાતા મનુષ્ય પણ ગાયેગ્યની વિચારણું તે કરવી જોઈએ. કેમકે અતિ તૃષા લાગ્યા છતાં પણ કયો મનુષ્ય ચંડાળના કુવાનું પાણી પીવે ? ખરાબ આચરણવાળી આ માયા સ્ત્રી મોક્ષના અભિલાષી જીવેને પણ બંધનનું કારણ છે, કારણ વિનાની શત્રુ છે અને તરતા માણસને ડુબાડવામાં તત્પર છે. આ તમારી માયા સ્ત્રીને તમેજ પ્રગટ કરી છે, તમેજ વૃદ્ધિ પમાડી છે અને તમે જ પોતાની સ્ત્રી બનાવી છે, તમારા આવા આચરણથી જે નાસ્તિક મતનો આશ્રય કરવાવાળા છે તે આજે બળસહિત ગજરવ કરે છે.
એક પૂર્વ દિશા સમાન ઉદય આપવાવાળી તે હું છું, અને પશ્ચિમ દિશા સમાન અસ્ત કરનારી આ માયા છે. સૂર્ય તુલ્ય તમે છે. માટે તે સ્ત્રીનો ત્યાગ કરીને મારે આદર કરે નહીં તે અસ્ત દશાને પામશે.