________________
પ્રબોધ ચિંતામણિ
[૩૧]
દ્ધિની પ્રેરણાથી રાજાએ સુબુદ્ધિને તણખલા માફક કરી નાંખી ત્યારે દુઃખી થયેલી સુબુદ્ધિ વિચાર કરવા લાગી કે
બહારની માયા સ્ત્રીએ આવીને મારા પતિને મારે વૈરી કર્યો. પારકાના પ્રવેશથી ઘર નાશ પામે એ લોકોની વાણી જુઠી નથી. જે આ મારી બેન (દુબુદ્ધિ) તેને પણ આ (માયા) સ્ત્રીએજ દુષ્ટ બનાવી છે. માયા વિના તે (દુર્બદ્ધિ) નું બળ પણ એવું નથી, પરંતુ ખેદની વાત છે કે હવે તે (દુબદ્રિ) પણ મને મળવી (મારી સાથે એકત્ર થવી) દુર્લભ છે. આ બંને દુષ્ટ સ્ત્રીઓના પાશામાં આ મારે પતિ પડયે છે. અરે ! હું મોટી આફતમાં આવી પડી છું. હું સમજુ છું છતાં આ વખતે શું કરું? સ્ત્રીઓનાં ચરિત્ર સ્ત્રી જ જાણે છે, સરલ આશયવાળે પુરૂષ જાણી શકતા નથી. પણ જે મને વખત મળશે તે બધી હકીકત પતિને જણાવીશ. નવા તાવ આવેલા માણસને વૈદ ઔષધ કહેતે [ આપતે] નથી, નવા પાણીના પૂરને તરવાવાળ ઓળંગતે નથી, તેમ નવા કલેશને પંડિત પણ તાત્કાલિક રોકતું નથી; તેટલા માટે અવસરનું જાણપણું તેજ પુરૂષને યશ ઉત્પન્ન કરનારું છે.” [ તેથી મારે પણ અવસર વિના બેલવું ઠીક નથી.]
હવે એ અવસરે માયાએ મહાબળવાન મેહ નામના પુત્રને જન્મ આપ્યું. તે જ કે તરત જ સર્વ દ્ધાઓને દાસની માફક ગણવા લાગે. મેહ, લેકપ્રહ, છાઘસ્થ, ગહન આશય, અનુશ્રોત અને ગતિ–આ બધા મેહના નામાંતર શબ્દો છે. આ જગતમાં માયાએ મોહને અથવા મેહ માયાને જન્મ આપે એવો નિશ્ચયનય બુદ્ધિમાન પુરૂષોને