________________
પ્રબંધ ચિતામણિ
[૨૯] પહેલી સદ્બુદ્ધિ રાણીના કહેવાથી ઉત્તમ કાર્યનો પ્રારંભ કરે છે ત્યારે બીજી અસદ્દબુદ્ધિ વચમાં આવીને તેમાં ઘણા પ્રકારના અંતરાય કરે છે. તે બંને રાણીમાં દુબુદ્ધિ (અસ
બુદ્ધિ) રાજાને ઘણું પ્રિય થઈ પડી છે, કારણકે પ્રાયે શ્રીમતિ નદીઓના સમૂડની માફક નીચા આચરણવાળા હાય છે. સુબુદ્ધિને વશ થઈને આ રાજ અમારો સર્વનો નાશ ન કરે, એમ વિચારીને દુબુદ્ધિમાં આસક્ત થયેલા હંસરાજાની કમરૂપ સેવકે પ્રશંસા કરે છે. અનુક્રમે તેજ સંસારનગરીમાં રહેનારી, કામાદિ ગની જાણ અને વિષયાદિ ભેગવવામાં પ્રવણ માયા નામની સ્ત્રીએ હંસરાજાની ભેગપત્ની (રાખેલી સ્ત્રી) થઈ. માયા કમ પરિણતિ, પ્રકૃતિ, આઠમી વગણ અને આત્માને બાંધનારી નિકાચના નામે દોરડી–આ શબ્દો માયા સ્ત્રીના નામાંતરે છે. કુતૂહલ કરવાવાળી, શઠતાથી ભરપૂર, કલેલની માફક ચપળ, વિલાસરૂપ વેલડીના વન તુલ્ય અને કામની ઉત્પત્તિ કરવામાં સેળ વર્ષની શ્યામા સરખી તે માયાએ નિરંતર મીઠાં વચનોએ કરીને રાજાને એવે વશ કર્યો કે તે ક્ષણવાર પણ તેને પિતાથી દૂર કરતું ન હતું. સ્વાર્થ સાધવામાં તત્પર અને નિરંતર રાજાના શરીરમાં રહેવાવાળી તે માયા સ્ત્રી આંતરે આંતરે બુદ્ધિ અને દુર્બદ્ધિ બંનેના કહેવા અનુસાર વર્તાવા લાગી. જ્યારે તે સબુદ્ધિને મળે છે ત્યારે સાધુપણું (ઉત્તમતા)ને પામે છે અને જ્યારે દુબુદ્ધિને મળે છે ત્યારે તે દુષ્ટતાને પામે છે. જ્યારે તે સુખસમાધિમાં રહે છે ત્યારે પુષ્યરૂપ સોનાની સાંકળે કરી ચેષ્ટા કરે છે, અને