________________
પ્રબોધ ચિંતામણિ
[૨૫] . ત્રીજો અધિકાર આદિ અને અંત વિનાની અનંત જીવોથી શોભિત અને સ્થિર વાસ કરવારૂપ રસે કરી ઉલ્લસિત છે કે જેને વિષે એવી સંસાર નામની નગરી છે. જેને વિષે ઉત્તમ, મધ્યમ અને જઘન્ય લોકોને રહેવાને લાયક સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરૂપ ત્રણ સ્થાન પાટક સદેશ આવેલા છે. જે કેઈ દેશ, નગર, ગામ, ખાણ નદી અને પર્વતે થઈ ગયા, વિદ્યમાન છે અને આગળ થશે તે સર્વે આ સંસારનગરીના ખુણાના એક ભાગમાં રહેનારાં છે. અર્થાત્ સંસાર નગરી ઘણી મોટી છે. આ નગરીમાં કુંથુઆથી લઈને ઈંદ્ર પર્ય*તના જે કઈ જીવે છે તે સર્વે આ નગરીમાં પ્રભુતા ભેગવવાના અધિકારી છે. અહો ! તે નગરીમાં સૌભાગ્ય સારપણું એવું રહેલું જણાય છે કે અનેક કાર્યો તેમાં દેખાતાં છતાં પણ કે તેમાં રહેતાં ઉગ પામીને નાસી જતા નથી. કલેશ ભેગવતાં છતાં પણ પોતાના ઘરને નહીં મૂકતા નિગેદના છ નગરના બીજા ને પણ સ્વસ્થાને સ્થિર રહેવાનું શીખવે છે. બીજા નગરને વિષે પ્રાયે ઘરોને ક્ષય દેખાય છે, પણ જેમાં ઘરને ક્ષય થતું નથી એવી આ સંસારનગરીમાં લોકો નિઃશંકપણે વસે છે. વળી તે નગરીમાં સમુદ્રો કુંડની માફક, મેરૂપર્વત કીડા કરવાના પર્વતની માફક, આકાશ ચંદરવાની માફક અને તારાઓ મેતીના લટકણ આ માસ્ક આચરણ કરે છે (દેખાય છે.) તે નગરીનું ઇંદ્ર પણ જેને એકાએક દેખી શકતું નથી એ