________________
પ્રબંધ ચિતામણે
[૨૩] ગામમાં તમને કેવળજ્ઞાન થશે.” આ પ્રમાણે ભગવાન કહેશે તેથી તે મુનિ ત્યાં જશે. કારણકે આસને આધીન થનારાઓને કઈ વખત પણ સંપદા મળતી નથી. તે ગામના વનમાં એક રાત્રિકી પ્રતિમાને અંગીકાર કરીને ધ્યાનની ધારામાં આરૂઢ થવાથી તે ધરૂચિ મુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. અનંત ગુણવાન એવા તે કેવળજ્ઞાની મુવિને નમસ્કાર કરવાને માટે આવેલા દેવતાઓ ઉંચે સ્વરે “જ્ય જ્યાર કરશે. પછી દુંદુભિને નાદ અને દિવ્ય ઉદ્યોત કરીને સુખી એવા દેવતાઓ તે મુનિની સન્મુખ બેસીને ધર્મદેશના સાંભળશે. (આ દુંદુભિ આદિના શબ્દો સાંભળીને) ત્યાં આવેલે તે ગામનો ડાહ્યો ઠાકોર, અગણિત દેવોના સમૂહ આવીને બહુ માન કરે છે છતાં કિંચિત્ પણ ગર્વ કરતા નથી એવા તે મુનિને જોઈને ઘણીવાર સુધી ચિત્તમાં વિસ્મય પામીને વિચાર કરશે કે “અહા મહિમાના મંદિરરૂપ જૈનધર્મને ધન્ય છે ! સ્વપ્રને વિષે પણ અમને એક પણ દેવનું પ્રગટ દર્શન થતું નથી તેવા પ્રત્યક્ષ લાખ દેવે વગર બોલાવ્યે આ જૈનમુનિની સેવા કરે છે. ઠકુરાઈના છેડા લાભથી પણ અમે મિથ્યા અભિમાની થઈએ છીએ. ત્યારે અહે! દે પણ કિંકર છતાં આ મુનિ પ્રશાંત ચિત્તવાળા છે. નિરૂપમ રૂપ, વર્ણન કરવા લાયક લાવણ્યતા, અને નિવિડ યુવાવસ્થા છતાં પોતાના આત્માને આવા ઉદયના અર્થી મુનિએ વ્રતના કષ્ટમાં ક્ષેપ કર્યો છે. આ પ્રમાણે મનમાં વિચાર કરીને ઉલ્લસિત પરિણામવાળે અને સ્થિર મનવાળે તે ઠાર અત્યંત સત્વવાળા તે મુનિને નમસ્કાર