________________
[ ૧૮
પ્રબોધ ચતામણિ જિનેશ્વર ભગવાનનો જન્મ થયે જાણી ત્યાં આવીને પિતપિતાનું કર્તવ્ય કરશે. તે દિકુમારીના ગયા બાદ જિનેશ્વર ભગવાનને જન્મત્સવ કરવાની ઈચ્છાથી મેરૂપર્વતના શિખર ઉપર ચોસઠ ઈંદ્રો મળશે. સૌધર્મ ઈન્ડે (મેરૂપર્વતના શિખર ઉપર) લાવેલા જિનેશ્વર ભગવાનને તેઓ (એકડા થએલા ઇન્દ્રો) પુષ્કરાવ મેઘની માફક ઘણા પાણીથી સ્નાન કરાવશે. . ત્યારબાદ પૂજન કરી, સ્તવના કરી, જિનેશ્વર ભગવાનને પોતાના નગરમાં મુકી અને કેાટી સુવર્ણની વૃષ્ટિ કરી જેમ આવ્યા હતા તેમ તે ઈન્દ્રો પાછા સ્વસ્થાને જશે. પ્રભુના જન્મ સમયે પૃથ્વી ઉપર પદ્મની વૃષ્ટિ થશે તેથી પાનાભ અને મહાપ એવા બે નામ તે ધારણ કરશે. ત્યાર પછી પાંચ અપ્સરાઓથી પાલન કરાતા, અને અંગુઠાન વિષે સ્થાપન કરેલા અમૃતનું પાન કરવાથી પુષ્ટ થયું છે. શરીર જેનું એવા તે પદ્મનાભ વૃદ્ધિ પામશે. એક ખળામાંથી બીજા મેળામાં જતા અને એક હાથમાંથી બીજા હાથમાં જતા આ બાળપ્રભુવિષયિક મનુષ્ય અને દેવે વચ્ચે ચાલતે વાદ કેઈ વખત શાંત થશે નહીં. ઘણા દેવો વારંવાર બાળકનાં રૂપ કરીને પોતાને ધન્ય માનતા છતા તે પ્રભુને બાલ્યાવસ્થામાં કીડા કરાવશે. જન્મથી જ્ઞાનવાળા અને અત્યંત બળથી શોભતા એવા પદ્મનાભ આઠ વર્ષના થયે છતે આનંદિત એવા માત-પિતા તેને રાજ્ય ઉપર સ્થાપન કરશે. યુક્તિવડે બળને વધારનાર રાજ્યને ઘીની માફક તે ભોગવશે; પરંતુ પથ્ય ભેજન કરનારની માફક યુવાવસ્થા, લક્ષ્મી અને સ્ત્રીના મેહરૂપ ત્રિદોષને તે ભગવશે નહિં.
કીડા કરાવી
બળથી