________________
પ્રબંધ ચિંતામણિ
[૧૩]
પાંચમાં આરાની મર્યાદાના સ્તંભવત્ શોભતા હતા. તેમના ચરણકમળની નિષ્કપટ સેવા કરવામાં ભ્રમરરૂપ અને નગરના લેકેને આનંદ આપનાર મગધ દેશનો શ્રેણિક નામે રાજા હતે; જે રાજગૃહેશ શ્રેણિકની સૌમ્ય દષ્ટિરૂપ અમૃતની વૃષ્ટિથી સિંચાએલી પ્રજા ઉત્તમ વરસાદથી અનાજની વૃદ્ધિની પેઠે વિસ્તાર પામી હતી. જે રાજા યુદ્ધરૂપશાળામાં નહીં અભ્યાસ કરેલી એવી પણ નાસી જવાની કળા અગરૂપ સેટીવડે શત્રુઓને શીખવતો હતો. જેણે બળના સમુહે કરી નગરના લેકથી અરિ (શત્રુ) એવું નામ દૂર કરીને નિરાધાર એવા તે (અરિ) નામને કૃપાવડે રથના ચક્રમાં દાખલ કર્યું હતું. નીતિમાર્ગના કમને પણ મૂકીને માછલાં પકડવાની જાળ લઈ પાણીમાંથી માછલાં પકડતા મુનિને જોઈને પણ આ શ્રેણિક રાજ સભાવથી રહિત નહે. ૯
ત્ર ધર્મશ્રદ્ધામ દઢ એવા આ શ્રેણિક રાજાની ઈ પણ પ્રશંસા કરતા હતા. તેનો નિર્ણય કરવા અશ્રદ્ધાથી એક દેવ સાધુનું રૂપ કરી, જાળ લઈ માછલાં પકડતે શ્રેણિક રાજાની નજરે પડયો. ઘણા મનુગે પિતાના ધર્મગુરૂના આવાં આચરણો જોઈ ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે; પણ આ ધર્મચુસ્ત મહારાજાએ વિચાર કર્યો કે “આ કોઈ ભારેકમ જીવ સાધુધર્મ અંગીકારાર કરીને તે પાળી ન શકવાથી આ પ્રમાણે ધર્મને વગોવે છે. આથી કાંઈ સર્વ મુનિઓ તેવા હોતા નથી. ચાલ, હું તેને શિખામણ આપી આ ખરાબ આચરણથી પાછો વાળું આ પ્રમાણે વિચાર કરીને તેને શિખામણ આપી ખરાબ આચરણ કરતાં અટકાવ્યો. ભાવાર્થ એ છે કે ધર્મભ્રષ્ટ મનુષ્યોને દેખીને પોતે સાવધ થી ભ્રષ્ટ ન થતાં શ્રેણિકરાજાની પેઠે દર શ્રદ્ધાવાન રહેવું.