________________
[૧૨]
પ્રબોધ ચિંતામણિ માફક ગહન એવા આ ગ્રંથની રચનાના પારને મહાન પુરૂષના આશ્રયથી હું પામીશ. શ્રીપદ્મનાભ પ્રભુ (આવતી
વીશીના પહેલા તીર્થકર)ને ધર્મરૂચિ નામના શિષ્ય થશે. તેમના કથન દ્વારા (ઉપર કહેલ) સર્વ આત્માનું સ્વરૂપ સમજી શકાશે.
વિવેચનઃ–પદ્મનાભ તીર્થકરને ધર્મરૂચિ નામે શિષ્ય થશે. તેમને એક ગામની નજીકમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. તે અવસરે દેએ રચેલ સુવર્ણકમળ ઉપર બેસીને ધર્મદેશના આપતા એ મુનિને જોઈ તે ગામનો ઠાકોર ત્યાં આવશે. તે મુનિના મહાન અતિશય તથા જ્ઞાનથી આશ્ચર્ય પામીને તે તેને પૂછશે કે-“હે ભગવાન! તમે કેણ છે? ક્યાંથી આવ્યા છે? અને આ રિદ્ધિ કેવી રીતે પામ્યા છે?” આ પ્રશ્નના ઉત્તરમાં તે મુનિ જે જવાબ આપશે તેજ આ ગ્રંથની અંદર કહેલ હોવાથી તેનું ઉત્તિસ્થાન તેજ છે. અર્થાત્ આ પ્રશ્નનો ઉત્તર તેજ આ પ્રબંધચિંતામણિ ગ્રંથ છે.
આ જંબૂ નામનો દ્વીપ છે. જે ગોળ આકારે શેતા જબૂદ્વીપની પરિધિને ઠેકાણે જગતી (ગઢ) છે, તુંબને ઠેકાણે મેરૂ પર્વત છે અને આરાઓને ઠેકાણે (આઠ) દિશાઓ છે. તેની (મેરૂની) જમણી દિશામાં રત્નના સમૂહની પ્રાપ્તિના લભે કરીને જ જાણે સમુદ્રની પાસે રહ્યું હોય તેવું ભરતક્ષેત્ર જયવંતુ વર્તે છે. તે ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીના ત્રણ આરા ગયા બાદ ચોથા આરાને છેડે શ્રી વર્ધમાન જિનેશ્વર જમ્યા હતા. તે સાત હાથ ઉંચા હતા, સુવર્ણ જેવી તેમની કાંતિ હતી, તેમને સિંહનું લંછન હતું અને તે ચેથા અને