________________
સૈન્યને મળ મા) કઇ
| [૧૦]
પ્રબોધ ચિંતામણિ આ ગ્રંથમાં આત્મા અને ચેતના આદિને ભત્તર અને સ્ત્રીના શબ્દથી બોલવવામાં આવશે તે સર્વ કલ્પિત સમજવું. આવી કલ્પના પણ (ઉપદેશાદિકમાં) કેટલેક ઠેકાણે કલ્યાણકારી નીવડે છે. કેમકે માછલાની અને માછીમારની, પાકાં પાંદડાની અને નવાં કુંપળીયાની આપસમાં જે ઉત્તમ (આ લાપસંલાપવાળી) કથા ૪ સૂત્રમાં રચવામાં આવી છે તે શું બીજાને બોધ કરવાને ઉપયેગી થતી નથી ? અર્થાત્ ઉપયોગી થાય છે. તેવી રીતે આ કથા પણ રચવામાં આવી છે.
કષાય (સેનાના) નાયક છે અને (આઠ) કર્મો શત્રુનું સૈન્ય છે એમ જણાવતું આગમ પણ આ પ્રબંધની રચનાને બીજાપણાને (મૂળ કારણ પણાને) પામે છે. આ ગ્રંથનું સમર્થન કરવામાં (રચવામાં) કેઈ ઠેકાણે સારપા લક્ષણ (જે વસ્તુ ઉપર આરોપ મૂકીને કહીએ તેને સારોપા લક્ષણે * કહીએ. જેમ મેહરાજા–અહીં મેહને વિષે રાજાનો આરોપ
મૂકાયે છે)ની મુખ્યતા છે અને કેઈ ઠેકાણે સાધ્યવસાનિકા (આરોપ મૂક્યા વિના જે વસ્તુનું નામ હોય તેજ કહેવું તે સાધ્યવસાનિકા–જેમ ઘટ ઘટ કહે)ની મુખ્યતા છે.
આત્મજ્ઞાન સેવનાર જીને જવરાદિ રોગનો નાશ થાય છે, જરારૂપ રાક્ષસી દૂર રહે છે, લબ્ધિ અને સિદ્ધિના સમૂહ પ્રસન્નપણે પ્રાપ્ત થાય છે, (નરાવરણી) જ્ઞાન પ્રગટ થાય છે, વચનાતીત આનંદનો અનુભવ થયે છતે પુણ્યપાપનો ક્ષય થાય છે અને મોક્ષ તે તેઓની મુઠીમાંજ આવીને રહે છે. માટે હે ભવ્યજી ! ફક્ત તે આત્મજ્ઞાન પામવાને માટેજ તમે પ્રયત્ન કરે.
* પાકાં ૫ત્ર અને કુપળીયાની સ્થા ઉત્તરાયન સૂત્રમાં છે.