________________
[ ૮ j
પ્રોધ ચિંતામણિ
સ્થિરતાના અભાવે, પ્રાપ્ત ન થવાથી સ્ત્ર સ્વરૂપ પામી શકાતુ નથી. માટે તે નિર્વિકલ્પાવસ્થામાં પહોંચવા માટે અથવા તા મનની શુદ્ધિને માટે પહેલાં કાંઇક સાલખન ધ્યાનની જરૂર છે. એટલે પ્રથમ આલંબનના આશ્રયથી મત એક વસ્તુ ઉપર સ્થિરતા કરતાં શીખે, એટલે ત્યાર પછી આલું બન્યું વિના પણ સ્થિરતા રાખી શકે. આ હેતુથી પિંડસ્થાદિધ્યાનો પ્રારભમાં ઘણાંજ ઉપયોગી છે. શ્રીમહેમચંદ્રાચાર્યજીએ પણ આજ ક્રમ યોગશાસમાં રાખ્યા છે. પ્રથમ રૂપસ્થધ્યાનએક બાજુએ સિદ્ધચક્રજીના મંડળ અથવા તે વીતરાગની શાંત મૂર્તિ સન્મુખ એસી એકાગ્રતાથી તે જોયા કરવું, અને તેમાં લીન થવું; ખીજી બાજુએ મનના વિાને રાકવા અને તેજ એક રૂપસ્થધ્યેયમાં મનને એકાગ્ર કરવુ એ રૂપસ્થધ્યાન કહેવાય છે. આ તા એકજ પ્રયાગ બતાત્મ્ય છે, પણ એવા પ્રશસ્ત અનેક ધ્યેયેનું ધ્યાન કરાય છે. તે સર્વ રૂપસ્થધ્યાન કહેવાય. પદસ્થધ્યાન કોઇ એક નિર્દોષ, પવિત્ર પરમાત્માના નામનું વાચકષ્ટ લઇ તેનું વાર વાર રટણ કરવું, માનસિક જાપ કરવા તેમાં લય કરવા અને એકાગ્રતા કરવી. તે પદ્મસ્થધ્યાન કહેવાય. પિંડસ્થયાન-ઉપર પ્રમાણે બાહ્યથી માહ્યાકારવાળી મૂર્તિનું ધ્યાન અને પદનો જાપ દૃઢ થયા પછી તે રૂપાને અંદરથી લક્ષ કરી અથવા તે તેની નવીન પના કરી મનથી તે રૂપાને જોયાં કરવાં. પરમાત્માના મૂળ શરીરના ચિતાર હૃદય સન્મુખ લાવી તેની વિરાગાવસ્થા વારવાર મનમાં દૃઢ ઠસાવવી, તેની નિરાગી મૂર્તિ અથવા વિરાગી શરીરની આત્મપ્રતિની ખાહ્ય ચેષ્ટા સંબંધી વિચારણા કરી