________________
પ્રબંધ ચિંતામણિ
[૯]
દૃઢતાથી તેની શારીરિક મૂર્તિ જોયા કરવી, તેમાં લીન થવું અથવા સમવસરણની રચના, દેશનાનો સમય વિગેરે અનેક ચિત્રે જે આત્મિક સ્વરૂપને ઓળખાવે, સહાય આપે તેવાં ચિત્ર મનની કલ્પનાથી ઉન્ન કરીને જોયાં કરવાં, તેમાં દૃઢ થવું, એકાગ્ર થવું, તે પિંડસ્થધ્યાન કહેવાય, અને આ પ્રમાણે મન દઢ થયા પછી રૂપાલીતાવસ્થામાં પ્રવેશ કરી આત્મસ્વરૂપ પરમાત્મતા પ્રાપ્ત કરી શકાય.
ભવ્ય અને અભિવ્ય સ્વરૂપથી આ આત્માને બે પ્રકારે જાણ. જેને સિદ્ધિ પર્યાય પ્રાપ્ત થશે તે ભવ્યઆત્મા કહેવાય છે અને તેથી વિપરીત સ્વભાવનો તે અભવ્ય આત્મા કહેવાય છે. મોક્ષમાં જનારા ભવ્ય જીવન પણ ત્રણ પ્રકાર છે. આસન્નસિદ્ધિક, મધ્યમ સિદ્ધિક અને દુરસિદ્ધિક. જે જીવ અર્ધ પુળપરાવર્તને અંતે સિદ્ધિ થવાને તે દૂરસિદ્ધિક કહેવાય છે, જે જીવ અંતર મુહૂર્તમાં સિદ્ધ થાય તે આસસિદ્ધિક કહેવાય છે અને આસન્નસિદ્ધિક દૂરસિદ્ધિકના વચલા કાળમાં જે જીવ મેક્ષે જાય તે મધ્યમ સિદ્ધિક કહેવાય છે. અહીં મધ્યમસિદ્ધિને લાયક કેઈ એક ભવ્ય જીવનું વર્ણન કરવામાં આવશે. આ (પ્રબંધ ચિંતામણિ) ગ્રંથમાં મેહ વિવેકાદિકનું જાતિની અપેક્ષાએ એકપણું ગયું છે. અર્થાત્ તેને માટે એક વચન વાપર્યું છે.
- ક જોકે મેહના અનેક ભેદો છે તેમ વિવેકના પણ અનેક ભેદો છે. છતાં મેહ કહેવાથી મેહના ભેદોને સંગ્રહ થઈ જાય છે, અને વિવેક કહેવાથી વિવેકના ભેદોનો સંગ્રહ પણ જાતિની અપેક્ષાએ થાય છે.