________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
બે ઉપવાસ કે ત્રણ – ચાર એકટાણાં અવશ્ય કરો. જેથી શરીરમાં રહેલો નકામો કચરો બળી જાય.
૫. કોઇ પણ વસ્તુ પેટમાં નાંખતા પહેલાં વિચાર કરો કે પોતાને કેટલી લાભકારી છે.
૬. પોતાની પ્રકૃતિને જે ખોરાક અનુકૂળ નથી તેનું કદાપિ સેવન ન
કરો.
૭. લીધેલો ખોરાક પાચન થયો કે નહિ? તેની ખાતરી મળ ઉપરથી થાય છે. તો જ્યારે મળ સાફ ન આવ્યો હોય તો પાચન નથી થયું જાણી ખોરાક છોડી દો. (મળસંબંધી ઘણું જાણવાનું છે પચેલો મળ ન હોય તો પણ ઘણાંને ભૂખ લાગ્યા કરે છે, પણ તે ખોટી ભૂખ છે.)
૮. પાણી ભરવાના તથા પીવાનાં વાસણો સ્વચ્છ રખાવવાં અને બેસીને ધીરે ધીરે પાણી પીઓ. કેટલીક વાર પાણી પીવામાં ઘણી ભૂલો થાય છે, જેમ કે પેટમાં અજીર્ણ હોય ત્યારે ઘણી તૃષા લાગે છે,ત્યારે ઉપરાઉપરી પાણી પીધે જાય છે, પણ તે સાચી તૃષા નથી, કેમ કે તે અજીર્ણ મોઢામાં – ગળામાં ખોટી ગરમી ઉત્પન્ન કરે છે. તે સાચી તરસ નથી. એવે વખતે જો પાણી પીધા વિના રહે તો થોડા જ કલાકમાં દોષ સમી જાય છે.
૯. કામથી કંટાળી ગયા પછી કામ ન કરતાં આરામ લો. ૧૦.શરીરમાં સ્ફૂર્તિ લાવવા સાંજ – સવાર ફરવાની વગેરે સામાન્ય પ્રકારની કસરત હમેંશા નિયમિત કરો.
૧૧. કોઇ પણ કેફી પદાર્થનું સેવન ન કરો.
૧૨. દવાનો મોહ છોડી પ્રાકૃતિક ઈલાજ પ્રમાણે વર્તવાની ટેવ પાડો. ૧૩. હંમેશા મન – વચન – કાયાથી બ્રહ્મચર્ય પાળો.
ઉપરની બીનાઓનું વિવેચન ઘણું કર્યું છે. એટલે કહેવાની આવશ્યકતા નથી કે ઉપર પ્રમાણે નિયમિત રહેવાથી કોઇ રોગ ઉત્પન્ન ન જ
|| 99 ||