________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
જાય છે, પણ પટ્ટી લગાડવાથી રોગ તો શરીરમાં જ રહે છે. શરીરમાંથી જે રોગ બહાર નીકળવાનો હોય છે, તેને મલમ દ્વારા બહાર નીકળતો અટકાવીએ છીએ અને ત્યાં નવું લોહી ઉત્પન્ન થઇ રોગના બહાર આવવાનાં દ્વાર બંધ કરી દે છે. પછી રોગ બહાર આવવાને બદલે શરીરમાં જ લોહી સાથે મળીને ફેલાઈ જાય છે. તે જ પ્રમાણે દવાનો ઉપયોગ પણ તેવા પ્રકારનો છે. કુદરતી ઇલાજ જેટલો ફાયદો કરે છે તેનો એક અંશ ફાયદો પણ દવા કરતી નથી. એ ફાયદો કરવો તો બાજુમાં રહ્યો, પણ બીજા એવા અનેક રોગને મૂકી જાય છે. એ વાત કોઈ જાણતું નથી. અત્યારે તો દવાનો મોહ એટલો વધતો ચાલ્યો છે કે નજીવા રોગના રોગીઓ પણ યમદૂત જેવા ડોક્ટરોના દવારૂપી ઝેરના પ્યાલાઓ આનંદથી પીએ છે અને જૂના રોગને કાયમ કરી નવા રોગોને આમંત્રણ આપે છે, તો પછી ઉત્પન્ન થયેલો રોગ મટશે કેમ ? આપણા હિંદની પૂર્વની સ્થિતિ વિચારીએ તો મોટાં શહેરમાં પણ ભાગ્યે જ એકાદ વૈદ્ય નજીવી આવકથી નભતો હતો, કારણ કે બધા હિંદુઓ રોગના કુદરતી ઈલાજ જાણતા અને નાછૂટકે કાષ્ઠ ઔષધી લેતા, ત્યારે હાલની પરિસ્થિતિ જુઓ. શહેરમાં ડૉક્ટરો સુખેથી બંગલાઓ બનાવી રહ્યા છે અને પ્રજા પણ ઝેરના પ્યાલાઓ આનંદથી પી રહી છે.
હિન્દુઓની ધાર્મિક ક્રિયાઓ જ રોગના ઈલાજ કે ઔષધરૂપ છે, કારણકે મહિનામાં એકાદ ઉપવાસ કે એકટાણાં કરી શરીરમાં વધેલા કચરાને બાળી નાખે છે અને આખી જીંદગી નીરોગી રહે છે. ત્યા૨ે હાલમાં આહાર - વિહારની અનિયમિતતા, ઝેરી દવાઓનું પાન વગેરે તેમના રોગોને વધારી રહ્યા છે અને તેઓ આખી જીંદગી દુઃખથી જીવી રહ્યાં છે અને ડૉક્ટરોના ઘરમાં પોતે ઘણા દુઃખથી મેળવેલું દ્રવ્ય ભરી રહ્યા છે અથવા વાસ્તવિક રીતે કહીએ તો દેશને ભિખારી બનાવી રહ્યાં છે. તેઓ એમ સમજે છે કે ડોક્ટરો આપણા હિતેચ્છુ છે, પણ ખરી રીતે તો તેઓ હિતશત્રુ જ છે. તેઓ નથી જાણતા કે વિદેશમાં દવાઓ બનાવનારી કંપનીઓ શાથી હયાતી ભોગવે છે ? જો બધા આટલું જાણતાં હોત તો તે કંપની ક્યારની છિન્નભિન્ન થઇ ગઈ હોત, પણ
|| ૬ ||