________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કરેલી ભૂલનું પરિણામ છે.
તે જ પ્રમાણે નિદ્રા કહેતા આરામ પણ મનુષ્ય ને જરૂરની વસ્તુ છે. આઠ કલાક કામ કરવાની શક્તિ હોય અને વધારે કામ કરે તો તેનું શરીર પણ થાકે છે. એક બળદને થાકી ગયા પછી મારી મારી ને વધારે ચલાવીએ તો કદાચ બે માઈલ આગળ ચાલશે, પરંતુ ત્યાર પછી તે પહેલાંના કરતાં વધારે થાકેલો અને બીજી વાર ચાલવાને ઘણો અશક્ત થશે. તે પ્રમાણે થાકેલાં શરીરે ચા - કોફી જેવાં ઉત્તેજક પીણાં પીને જે શરીરને આગળ કામમાં જોડે છે તેને કદાચ તેનો કેફ જોમ આપશે, પણ પરિણામ તો એકંદરે ભયંકર છે અને શરીરનો બાંધો નબળો કરનાર છે. તેથી પેટમાં નાખવાની કોઈ પણ વસ્તુ લેતાં પહેલાં વિચાર કરવો જોઈએ કે તે પોતાને કેટલી લાભદાયી છે.
બીજું આપણા શરીરમાં રોગનું ઘર બનાવનાર વિદેશી દવાઓ જ છે. કોઈ પણ શરીરને આવી કોઈ પણ દવાની જરૂર જ નથી, કેમ કે તેદવારોગને કે રોગના કારણને કદી પણ શમાવતી નથી, પરંતુ આત્માની દુઃખ જાણવાની શક્તિને તદન બુઠી કરી નાખે છે. તેથી તાત્કાલિક તેને દવાથી ફાયદો થયેલો જણાય છે, પરંતુ જ્યાં સુધી રોગનું કારણ નાશ પામ્યું નથી ત્યાં સુધી સાચી શાંતિ થતી જ નથી – દવાથી પ્રાપ્ત થયેલી શાંતિ અલ્પકાળની છે. તેથી ફરીથી રોગ ઉત્પન્ન થવાનો છે, પરંતુ જ્યારે રોગનું કારણ શમે છે ત્યારે ફરીથી રોગ ઉત્પન્ન થતો નથી. દાખલા તરીકે માથું દુખવા આવ્યું હોય ત્યારે આપણે બામ -મલમ લગાવીએ છીએ. મલમમાં એકદમ ગરમ દ્રવ્યો આવતાં હોવાથી માથામાં તનમનાટ ઉભો કરે છે અને તે તનમનાથી માથાનો દુઃખાવો જણાતો નથી.તેથી થોડી વાર માટે શાંતિ થાય છે, પરંતુ માથું દુખવાનાં જે અનેક કારણો છે, તેમાંનાં કોઈને શમાવતો નથી. અજીર્ણથી, ભૂખથી, તાપથી, થાકથી, બહુ બોલવાથી, કબજીયાતથી, ઉજાગરાથી કે ભયથી - કોઈ પણ કારણથી માથું દુઃખતું હોય. તે કારણ જ્યાં સુધી મોજૂદ છે ત્યાં સુધી રોગ પણ કાયમ છે. શરીરમાં ઉત્પન્ન થયેલા ગૂમડા ઉપર મલમની પટ્ટી લગાવીએ તેથી ગૂમડું મટી
| ||