________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આરોગ્ય વિષે વિચારણા
-પં. પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ શરીરના આરોગ્યનો સંપૂર્ણ આધાર આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય ઉપર છે. તેમાં પણ આહાર પ્રથમ કારણ છે. કારણ કે શરીરમાં રહેલી સર્વ ધાતુઓ આહારમાંથી ઉત્પન્ન થાય છે. જેનું પાચન આદર્શ છે તેને આહારનું પરિણમન સર્વધાતુઓમાં થાય છે, પરંતુ સામાન્ય પ્રકારના પાચનવાળાઓને સંપૂર્ણ સાતે ધાતુમાં પાચન થતું નથી, એટલે કેટલાકને રુધિર સુધી તો કેટલાકને માંસ કે મંદ સુધી પરિણમન થાય છે. આટલી સૂક્ષ્મવાતઉપરથી સાબિત થાય છે કે શરીરે હૃષ્ટપૃષ્ટ દેખાતો માણસ સંપૂર્ણનીરોગી હોઈ શકે કે કેમ તે નિશ્ચિત નથી, પરંતુ જેને આહારનું પાચન સાત ધાતુમાં થતું હોય તેજ નીરોગી કહેવાય
છે.
કેટલાકનું માનવું એમ છે કે ખૂબ દંડ અને બેઠકની કસરત કરવાથી શરીરનું આરોગ્ય વધે છે, પરંતુ તે માન્યતા ભૂલભરેલી છે, કેમ કે નબળા બાંધાના મનુષ્યોને તે દંડ અને બેઠક ફાયદો કરવાને બદલે કેટલીક વાર નુકશાન કરી બેસે છે. એટલે એ અતિશય બળવાનોની કસરત સામાન્ય માણસોના શરીરમાં લોહીનું ભ્રમણ વધારે છે. તેથી હાર્ટ (બ્દય)ની નબળાઈ વધારે થાય છે, પરંતુ જેઓ પહેલવાનો છે, જેઓનાં શરીરો કસરતી છે તેઓને ફાયદો કરશે. ક્યારેક મોટા મોટા પહેલવાનો પણ ટૂંકી જીદગી ભોગવીને મરણ પામતા જણાય છે. પંજાબનો “અજય પહેલવાન, વિજેતા ગામા,” જેના ૩૦,૦૦૦(ત્રીસ હજાર) ડોલર બૅન્કમાં જમા હતા અને કહેતા કે મને જીતનાર ને એક હજાર ડૉલર ઈનામ. યુરોપમાં મહાન ગણાતા પહેલવાનો શરીરે ગ્લીસરીન ચોપડીને તેની સામે કુસ્તીમાં આવ્યા કે જેથી ગામાને ચિત્ત કરતાં પોતાનું શરીર હાથ ન આવે છતાં પણ તે પંજાબી પહેલવાન દરેકને બબ્બે મિનિટમાં ચિત્ત કરીને અજેય કહેવાયો છે. તે ગામા ૪૦ વર્ષની ભરયુવાનીમાં મૃત્યુ પામ્યો છે. તેનું કારણ તો એ જણાય છે દંડબેઠકની વધુ
|
૬ ||