________________
મેં વાંચ્યું તમે પણ વાંચો લગ્ન ની તૈયારીઓમાં પડી જાય છે. આપણા દેશમાં બહેનો, ભાઈઓ, નણંદો કરે છે એમ જ.
અમિષ નવદંપતી મધુરજની ઉજવવા કોઈ હિલસ્ટેશન પર નથી જતાં, પણ સગાં-વહાલાંને મળવા જાય છે અને પછી પોતાના ઘરમાં રહેવા જાય છે.
અમિષ લોકો પાસે ખેતીવાડી ઉપરાંત હસ્તઉદ્યોગો પણ છે. વણાટકામ, ભરત – ગૂંથણ, લાકડામાંથી રમકડાં બનાવવાં, ફર્નિચર, ટોપલાટોપલી બનાવવાં વગેરે.
નાતાલ અને થેન્કસીવિંગ જેવા તહેવારોમાં સગાંવહાલાંને મળવા જાય છે. કોઈક કુટુંબમાં નાતાલના દિવસે નાની-મોટી ભેટ આપવાનો પણ રિવાજ છે.
મેળો એ લોકજીવનનું ભાતીગળ અંગ છે. ધરતીના જાયાના જીવનમાં રંગ- ધર્મ, જાત-પ્રાંતના ભેદભાવ વગર માણવામાં આવતો જો કોઈ પણ ઉત્સવ હોય તો તે છે લોકમેળો.સત્યાસી એકરની હરિયાળી જમીન પર ગોઠવાતો આ મેળો અમિષની લોકસંસ્કૃતિનું સાચું પ્રદર્શન છે.આબાલ-વૃદ્ધ સૌને આ મેળો મનોરંજન પુરું પાડે છે. કઠપૂતળીના ખેલ, જીપ્સીનૃત્યો, મદારીના ખેલ, જાદુના ખેલ, બળતા અંગારા ગળી જવાના, દોરી પર ચાલવાના એવા એવા ખેલ થાય છે. લગભગ ત્રીસ જેટલા તો નાટ્ય પ્રયોગો થાય છે. લોકનાટકોથી માંડીને શેક્સપિયરનાં ક્લાસિકલ નાટકો સુધી અને શેક્સપિયરનાં નાટકો તો શેક્સપિયરના અસ્સલ ગ્લોબથિયેટરની નકલ કરી એમાં ભજવવામાં આવે છે. આ બધું કંઇ એકદિવસના લોકમેળામાં થાય નહિ. મેળો ચાલે છે સોળ અઠવાડિયાંના ખાસ્સા સોળ શનિ-રવિ સુધી. પછી શાનું કોઈ મનોરંજન બાકી રહે?
અમિષ લોકોનું જીવન એ ખૂબ જ અંગત જીવન છે. એ બહારના લોકોને મળવાનું ટાળે છે. ફોટા પડાવવાનો એમને અણગમો છે. કોઈ પ્રવાસ-વર્ણનમાં અમિષ નો ફોટો જોવા મળે તો માનજો કે એ ફોટો ખરેખરા
|
8 ||