________________
મેં વાંચ્યું તમે પણ વાંચો એટલે અમિષના ઘરમાં ઠેર ઠેર તમને કાચનાં વાસણો જોવા મળશે. ઘરનું ભોંયતળિયું જેને અમેરિકામાં પહેલો માળ કહે છે એ ફોલ્ડિંગ દીવાલોથી જુદા જુદા ખંડમાં વહેંચાયેલું હોય છે. જરુર પડતા આદિવાલોને વાળીને આખાય ખંડનો મોટા હૉલ તરીકે ઉપયોગ થઈ શકે છે. ખાસ કરીને પ્રાર્થનાસભા યોજવા માટે આમ કરવામાં આવે છે.
પ્રાર્થનાસભા એ કાંઈ જડ કાર્યક્રમ નથી. દરેક કુટુંબમાં આ પ્રાર્થનાસભા એક અવસર છે. તે વખતે ઘરને રંગરોગાન કરવામાં આવે છે. કસબાનાં બીજાં ઘરોમાંથી સ્ત્રીઓ પ્રાર્થનાના બે દિવસ પહેલાં મદદ કરવા આવી જાય છે. સૌ સાથે મળીને પ્રાર્થના પછીના જમણવારની તૈયારીઓ કરે છે. પ્રાર્થના પછીના રવિવારે દરેક અમિષ કાં તો પોતાના ઘરમાં બેસી આરામ કરે છે અથવા સગાવહાલાંને મળવા જાય છે.
શાળામાં વાંચતાં-લખતાં,ઇતિહાસ-ભૂગોળ, ગણિત અને સંગીત જેવા વિષયો શીખવવામાં આવે છે. કેટલીક શાળાઓ વિજ્ઞાન શીખવે છે. તો કેટલીક શાળાઓ ઇતિહાસ અને કલાનાવિષયોને બદલે ખેતીવાડી શીખવે છે. વર્ગશિક્ષણ ભજન અને બાઇબલ વાંચનથી શરૂ થાય છે, અને બપોરના ભોજન પહેલા મૌન પ્રાર્થના કરવામાં આવે છે.
આઠમું ધોરણ પાસ કર્યા પછી બાળકો શાળાએ જતાં નથી. ત્યાર પછી એમને ઘર કેમ ચલાવવું તેનું તેમજ ખેતીવાડીની તાલીમ આપવામાં આવે છે. શાળાના શિક્ષણ કરતાં ગૃહશિક્ષણ અને ખેતીવાડી ની તાલીમને વધુ મહત્વ આપવામાં આવે છે અને ખરેખર જોવા જઈએ તો આ તાલીમ બાળક જ્યારે પાંચ વર્ષનું હોય ત્યારથી શરૂ થઈ જાય છે.
જેમ દરેક સમાજમાં હોય છે તેમ અમિષ લોકો માં પણ લગ્ન એક મોટો અવસર છે.એને ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આપણે ત્યાં જેમ વૈશાખ મહિનો એ લગનગાળો છે. ચારસો-ચારસો માણસો લગ્નમાં હાજરી આપે છે. ભાતભાતની વાનગીઓ બનાવવામાં આવે છે. આવા અવસરની ઉજવણીમાં સ્ત્રીઓ તો મોખરે જ હોય. કેટલાક દિવસ અગાઉ આવીને એ
||
3
||