________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પડયું અમિષ. એના રહેવાસીનું નામ પણ અમિષ.
અહીંઆવી ગયેલા અમિષલોકોના જીવનમાં પણ આમ જ બન્યું છે. અહીં આવીને એમણે પોતાના જીવનનો એકડો નવેસર થી ઘૂંટયો.
આપણે એમનો જીવનવ્યવહાર જોઈએ. અમિષના જીવનની નોંધપાત્ર વિશિષ્ટતા એ છે કે એ લોકો ક્યાંય યંત્રનો ઉપયોગ કરતા નથી. અમેરિકા જેવા અદ્યતન યંત્રોના દેશોમાં યંત્રોવિના જીવવું એ જેણે અમિષનું જીવન જોયું ના હોય એ માનવા તૈયાર નહિ થાય.અમિષ લોકો માને છે કે સુખસગવડો માણસ ને ઈશ્વરથી દૂર લઈ જાય છે. એટલે એ લોકો આધુનિક સુખ-સગવડોથી અળગા રહે છે. એમનાં ઘરોમાં વિજળી નથી, અને વિજળી ના હોય તો વીજળીથી ચાલતાં સાધનો તો હોય જ ક્યાંથી?
દરેક અમિષ પોતાના ખેતરમાં જ ઘર બાંધીને રહે છે. આજની દુનિયા એને ફાર્મ હાઉસ કહે છે. દરેક ઘર એકબીજાથી ખાસું દૂર હોય છે. ગાયો, બકરાં, ઘેટાં એ એમનું પશુધન છે. આજુબાજુ અને ચારેકોર પથરાયેલી હરિયાળી આપશુધનને ચારો પૂરો પાડે છે. અમેરિકામાં રહીને પણ એટ્રેક્ટર કે ટીલરથી ખેતી નથી કરતો, પણ ઘોડાથી ખેતી કરે છે. આપણે ત્યાં ખેતી - કામમાં જ્યાં બળદનો ઉપયોગ થાય છે. ત્યાં અમિષ ઘોડાનો ઉપયોગ કરે છે. ઘોડો એ જ ખેતીનું સાધન છે. એવી જ રીતે એક ઘોડાવાળી બગી એ એમનું વાહન વ્યવહારનું સાધન છે.
એ ઘર અમિષનું છે કે નહિ એની ખાતરી એની બારી પરથી થઈ શકે છે. અમિષના ઘરની બારીઓના કાચ લીલા રંગના હોય છે.
અમિષના ઘરમાં જૂજ ફર્નીચર હોય છે. ઘરને શણગારતી કોઈપણ ચીજ ઘરમાં જોવા મળતી હોય તો એ છે ઘડિયાળ અને કેલેન્ડર.
આપણાં ગામોમાં ઘરોની ભીંતો પર જુદાં જુદાં દેવદેવીઓની છાપવાળાં કેલેન્ડર અને ટકટક કરતું ઘડિયાળ જોવા મળે છે - એના જેવું જ. અમિષ સ્ત્રીઓને સુંદર કાચનાં વાસણોથી ઘરને શણગારવું બહુ જ ગમે છે.
||
૨ ||