________________
મેંવાંચ્યું તમે પણ વાંચો
અમેરિકાનું અશ્વશુળગામ અમિષ
- પંડિત કલ્પેશભાઈ ધાણધારા આજે યંત્રવાદ વકર્યો છે. માનવ પણ યંત્ર સમો બન્યો છે અને યંત્રમાનવો બન્યા છે. ત્યાં અમિષ ગામ શહેરીજનો ને યંત્ર રહિત જીવન જીવવામાં કેટલી શાંતિ – સ્વતંત્રતા છે તેની પ્રતીતિ કરાવે છે. શહેરોમાં સામુહિકતામાં પણ એકાકીપણાનો અહેસાસ થાય છે. હવા પ્રદુષણ ધ્વનિ પ્રદૂષણ વેઠવું પડે છે, એલોપથીની સાઈડ ઈફેક્ટ અને રિએક્સન નો ભોગ બનવું પડે છે.ખોટી નિતીઓથી ડગલેને પગલે અલોપ થતી સ્વતંત્રતાને અવાક્ બનીને જોવા સિવાય બીજો વિકલ્પ પણ સુઝતો નથી. આ બધું આધુનિક શહેરી જીવનનો અભિશાપ છે. યંત્રરહિત જીવનથી સ્વાભાવિક શ્રમનું મહત્ત્વ સમજાય છે. તેથી આરોગ્ય અને ધનસંપદાની વૃદ્ધિ થાય છે. સાચી સ્વતંત્રતાનો પરમાર્થ સમજાય છે. બેરોજગારીની જટીલ ગણાતી સમસ્યાચપટી વગાડતા દૂર થાય છે. આ અમિષગામનીવર્તમાન કથા વાંચીને રસરુચિ પોષાય તેવા અલ્પ પરિશ્રમવાળું, જ્ઞાન-કર્મ -ભક્તિમય, યોગ આધારિત, પ્રાચીન આદર્શજીવનના વિકલ્પવાળું પણ યંત્રરહિત જીવન અપનાવી શકીશું ખરા?
અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં લેકેસ્ટર નામના પરગણામાં અમિષ નામે એક ગામ જોયું અને તરત જ સ્વ.શ્રી ઝવેરચંદ મેઘાણી ની એક કવિતાની પહેલી બે લિટી યાદ આવી ગઈ. ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ. ઇ.સ. ૧૭૦૦ ની આસપાસ યુરોપમાં કેથલિક અને પ્રોટેસ્ટંટ પંથીઓના અત્યાચાર થી બચવા જેકબ અમ્માન નામનો માણસ જર્મની થી અમુક ખેડૂત કુટુંબોને લઇ આવીને આ સ્થળે વસ્યો અને અમ્માન પરથી આ સ્થળનું નામ
|
9
||