________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પડતી કસરતથી હાર્ટ નબળું થયું હોય.
એક માણસ ઘી, દૂધ, ફટ વગેરે ખોરાકનો ઉપયોગ વારંવાર ઘણો કરતો હોય તેના કરતાં દરેક ટંકે ત્રણ – ચાર રોટલા કે એવો જ બીજો કાંઈ નક્કર ખોરાક વિશેષ પ્રમાણમાં લઈ શકે તથા તેનું પુરું પાચન કરી શકે તેનું આરોગ્ય વધારે સારું ગણાય છે. ઘી-દૂધ શરીરને નક્કર ખોરાક કરતાં વધારે પોષણ આપતાં નથી, પરંતુ પ્રમાણમાં લેવાતો અન્નનો નકર ખોરાક જપુષ્ટિ આપે છે, કારણ કે જેટલા પ્રમાણમાં વધારે ખોરાક લેવાય તેટલા પ્રમાણમાં ખોરાકમાંથી લોહી વધારે મળે અને બીજી ધાતુઓને પણ પોષણ મળે છે, પણ એમ ત્યારે થઈ શકે કે જ્યારે ઉપર પ્રમાણે શરીરનું પાચન આદર્શ હોય તોજ.
ઉપરની દરેક બાબતથી જણાય છે કે શરીરના આરોગ્યનો મુખ્ય આધાર ખોરાક ઉપર છે. સમસ્ત વૈદકીય શાસ્ત્રનો સાર પણ એટલો જ છે કે જ્યારે અજીર્ણ હોય ત્યારે ભોજન ન કરવું જોઈએ.અર્થાત્ જ્યારે પૂર્વે લીધેલો ખોરાક સંપૂર્ણ પાચન થઈ ગયો હોય ત્યારે જ ફરીથી અનાજ લેવું, પરંતુ અત્યારે પોતાનાં પાચનનો વિચાર કર્યા વિના રસેન્દ્રિયના સ્વાદમાં જઠર ઉપર શક્તિ કરતાં વધારે બોજો નખાય છે અને એ પ્રમાણે રોજના હિસાબેઅમુકવર્ષે શરીરમાં કચરાનો વધારો થાય છે. આપણાં જઠરની શક્તિ પાંચ રોટલી પચાવવાની હોય, પરંતુ હમેશાં સ્વાદમાં ને સ્વાદમાં એકાદ વધારે લીધી. એ પ્રમાણે આપણે આપણી જીંદગીમાં એવી ભૂલ તો ઘણી વાર કરી હશે, પરંતુ યાદ રાખો, જ્યારે એવી ભૂલો વધારે પ્રમાણમાં થવા માંડે છે ત્યારે શરીર સહન કરી શકતું નથી. જીંદગીની કોઈ પણ અવસ્થામાં ગમે તેવી સામાન્ય ભૂલ કરી હોય તો તે જરુર વૃદ્ધાવસ્થામાં માણસને નડે છે.
યુવાનીના ચડતા જોમમાં એ બધી અનિયમિતતા કદાચ આપણને નહિ જણાતી હોય, પરંતુ જ્યારે શરીરમાં લોહી -માંસ-શક્તિ ઘટે છે ત્યારે જીંદગીની કોઈ પણ અવસ્થામાં કરેલી આહાર-વિહારની ભૂલો સવાર થઈ બેસે છે. અર્થાત્ શરીરમાં કોઈ પણ રોગનું ઉત્પન્ન થવું તે આહારવિહારમાં
||
9 ||