________________
એ એક મહાન ભગીરથ કાર્ય છે. જે પૂજ્યવર્યશ્રીના આન્તરભાવને સ્પશી શકે, તે જ અલ્પ પરિચય આપવા શક્તિમાન થઈ શકે.
પૂજ્યવર્ય શ્રી મહાજ્ઞાની હતા, મહાધ્યાની હતા, મહાયોગી હતા. અષ્ટાંગ મહાગની તાદાસ્યભાવે સાધના કરીને આત્માભાવમાં સ્થિરતા કરી હતી.
સાધનામય જીવનના પ્રભાવે દેવે પણ તેમના સાનિધ્યને પામી ધન્યતા અનુભવતા હતા.
પૂજ્યવર્યશ્રી અનેક સિદ્ધિઓના સ્વામી હતા. વિ. સં. ૧૯૬૭માં જણાવ્યું છે. (ભજન પદ સંગ્રહ ભા. ૮ પૃ. ૪૨૦) રાજા સકલ માનવ થશે,
રાજા ન અન્ય કહાવશે. એક ખંડ બીજ ખંડે,
ઘર બેઠા વાત કરશે. જે આજે સંપૂર્ણ પ્રત્યક્ષપણે જોવા મળે છે.
પોતાનો અતિમ સમય, અતિમ દિવસ કલાક અને મિનિટ સાથે જાણતા હતા.
એક મહિના પહેલાં એકી સાથે ૨૭ પુસ્તકનું પ્રીન્ટીંગ કામ શરૂ કરાવી દીધું. પુરેપુરી ઝડપથી પ્રફરીડીંગ વગેરે કાર્ય ચાલુ કરાવી
૧૨૫ થી અધિક ગ્રન્થના પ્રકાશન કાર્યનું મહાન ભગીરથકાર્ય અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળે કર્યું.
જેઠ વદ ૪ના દિવસ સુધી તે “કકકાવલી-સુબોધ' ગ્રન્થ લખવાને ચાલુ હતો. છેલ્લા દિવસ સુધી અને છેલ્લી પળ સુધી વિશ્વના સમસ્ત પ્રાણુઓને જિનેશ્વર પરમાત્માને ધર્મ પહોંચાડવા તનતોડ પ્રયાસ કર્યો.
જેઠ વદ ૩ ના દિવસે મહુડીથી પ્રાતઃકાળના સમયે વિહાર કર્યો અને વિજાપુર વિદ્યાશાળામાં સવારે ૭-૩૦ કલાકે પધારી ગયા.
શિષ્ય સમુદાય સર્વ સાથે હતે. સહુ વિદ્યાશાળામાં આવી ગયા.