________________
૨૧
બળ ઢીલું પડે ત્યારે નિરાકરણ કરવા પ્રયાસ કરવાની આવશ્યક્તા ઉપસ્થિત થાય છે.
પૂર્વને સમય એવો હતે, કે તે સમયે દીય બળ અતુટ હતું, સામર્થ્ય સ્થિર હતું. શાન્તિ, તુષ્ટિ અને પુષ્ટિના વિશ્વસ્ત સાધને સુલભ હતા. નિરુપદ્રવતા યુક્ત શાન્તિ હતી.
સમય પરિવર્તન થતા આ પ્રાભાવિક સાધનો અને ઉપાય ધીમે ધીમે અભાવ વતવા લાગે.
ઉપદ્રવની શાંતિ માટે અણસમજુ વ્યક્તિઓ મીરા દાતાર, બહુચરાજી અથવા તે કઈક તો ભુવા વગેરે તરફ પ્રવૃત્ત થયો. ધર્મ ભ્રષ્ટતા વધવા લાગી અને ધર્મ શ્રદ્ધા ઘટવા લાગી.
ચતુર્વિધ મહાસંધનું મહાગ અને મહા ક્ષેમ કરનારા પૂજ્ય વર્યશ્રીએ મહાસંઘના પરમ હિતને લક્ષમાં રાખી મહુડી (મધુપુરી) ગામમાં શુદ્ધ સમ્યફાવશાલી શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની સ્થાપના કરી.
શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ શુદ્ધ સમ્યકૃત્વ ધારી શાસન રક્ષક દેવ છે. શાસન રક્ષક દેવની બાધા, માનતા, આખડી કે નિયમ રાખવાથી કે કોઈપણ પ્રકારની અશાન્તિના પ્રસંગે તેમને યાદ કરી સહાયતા ઈચ્છવાથી જિનાજ્ઞાધારક સુદેવ, સુગુરુ અને સુધર્મની પારમાર્થિક ભાવે આરાધના કરનાર શ્રાવક શ્રાવિકાઓને તેમના સમ્યકત્વ વ્રતમાં અંશ માત્ર પણ દૂષણ પ્રાપ્ત થતું નથી.
सम्मदिदिठ देवा दितु समाहिं च बोहिं च સમ્યગદષ્ટિ દેવે પાસે સમાધિ અને બેથીને ઈચ્છવામાં આવી છે. वेयावच्चगराण संतिगराण सम्मदिठि समाहिगराण
સૂત્ર દ્વારા સમ્યગદષ્ટિ દેવ દેવીઓના ધમી આત્માઓને સહાય કરવાના તેમના ગુણેની પ્રશંસા કરવામાં આવી છે, અનુમોદના કરવામાં આવી છે.
પૂજ્યવર્ય શ્રી વિરચિત ૧૨૫ ઉપરાંત ગ્રન્થની સમાલોચના કરવી