________________
પ્રામાણિકતા મુખ્ય છે, કેમ કે તે હોય તો પહેલી બે બાબતો તેમાં આપોઆપ આવે છે. (પા. ૧૩૮ . . .)
આમ ત્યારે કલા, તેની કસોટી, અને તેનો વસ્તુ-વિષય –– એ બધુ તપાસી છેવટે ટૉલ્સ્ટૉય કહે છે કે,
“ કલા ચેનબાજી નથી, મનની આ સાયેશ નથી, મનોરંજન નથી : તે તો એક મહાન વસ્તુ છે. મનુષ્યની બૌદ્ધિક પ્રતીતિને લાગણીમાં ઉતારનારું માનવ જીવનનું એ અંગ છે.... (તેનું) અચૂક કાર્ય એ છે કે, . . . અત્યારના હિસાના રાજ્યની જગ્યાએ ઈશ્વરનું એટલે કે પ્રેમનું રાજ્ય સ્થાપ, - કે જે પ્રેમચકને આપણે બધા માનવ જીવનના સર્વોચ્ચ હેતુ તરીકે સ્વીકારીએ છીએ.” (પા. ૨૦૪.)
કલા અને સૌદય વાચકનું ધ્યાન ન ગયું હોય તે દોરવા જેવું છે કે, કલા અંગેના ઉપરના બધા નિરૂપણમાં કયાંય ટૉલ્સ્ટૉયને “સૌંદર્ય” કે “ રુચિનો ખ્યાલ કે તે શબ્દપ્રયોગ (કે જે કલાની ચર્ચામાં સામાન્યપણે આવ્યા વગર રહેતો નથી,) આણવો પડ્યો નથી. પણ એનો અર્થ એમ નથી કે, આખા નિબંધમાંય તેમણે સૌંદર્યની કશી ચર્ચા જ નથી કરી. બલ્ક તેનાં શરૂનાં પ્રકરણો એની જ તપાસમાં મુખ્યત્વે ગયાં છે. પોતાનો કલા અંગેનો વિચાર રજૂ કરવા તેમણે તે અંગે પૂર્વે થયેલા બધા વિચારો જોયા. તેમાં જોયું કે, કલાની કોઈ વ્યાખ્યા સૌંદર્ય કે રુચિના ભાવને સાથે સંડોવ્યા વગર કરવામાં આવતી નથી. પણ તેટલા માટે તે સામે વાંધો ન હોઈ શકે. વાંધો એ વાતને તેમને લાગ્યો કે, તો પછી સૌંદર્ય કે રુચિ એટલે શું, એ પ્રશ્નનો ઉત્તર મળવો જોઈએ. પણ એ મળતો નથી. એટલે સારાંશે આપણી સમજ હતી ત્યાં જ રહે છે – કલા એટલે શું, તેનો જવાબ નક્કીપણે મળતો નથી. નથી કલાના સૌંદર્યવાદીઓ આપી શકતા, કે નથી રુચિવાદી આપી શકતા. જે કાંઈ તેઓના ગ્રંથોના ગ્રંથ કહે છે તેને સાર ટૉલ્સ્ટૉય કાઢી બતાવે છે. અને તે આટલો જ છે એમ કહે છે:--