________________
૫૦
કળા એટલે શું? ગયું હતું. એ બે ભાજોને ભેગા કરવાને માટે, પ્લેટો “આધ્યાત્મિક સૌંદર્યની વાત કરતો. અને ઍરિસ્ટોટલ કળા પાસે એમ માગતો કે, લોકો ઉપર તેની નૈતિક અસર (“કાથર્સીસ') હોવી જોઈએ. આ બધા છતાં, સાધુતા અને સૌંદર્ય એકમેકમાં મળે છે એ ખ્યાલ તેઓ સાવ કાઢી નાંખી શક્યા નહોતા.
તેથી કરીને તે સમયની ભાષામાં, આ ખ્યાલના વાચક તરીકે, સૌંદર્ય અને સાધુતાના ગ્રીક શબ્દોનો સમાસશબ્દ “કાલોકાગાથિયા’ (સૌંદર્ય-સાધુતા કે શિવ-સુંદર) વપરાવા લાગ્યો હતે.
એ ઉઘાડું છે કે, ગ્રીક ઋષિએ, બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મોમાં જેને સાધુતા કહી છે, તેની પ્રતીતિ પાસે આવવા લાગ્યા હતા, પરંતુ સૌંદર્ય અને સાધુતા વચ્ચેના સંબંધની વ્યાખ્યા કરવામાં તેઓ ગૂંચવાઈ પડ્યા. સાધુતા અને સૌંદર્ય બાબતમાં પ્લેટોની વિચારણા પરસ્પર-વિરોધથી ભરપૂર છે. અને વિચારોના આ જ ગોટાળાને, પાછળના જમાનાના પેલા શ્રદ્ધામાત્ર ખોઈ બેઠેલા યુરોપિયનએ, કાયદાનું ઊંચું સ્થાન આપવા પ્રયત્ન કર્યો. તેઓ એવું સાબિત કરવા મથ્યા કે, શિવ અને સુંદરનું – સાધુતા અને સૌંદર્યનું–આ જોડાણ વસ્તુઓના બંધારણમાં જ અંતર્ગત રહેલું છે; એટલે સાધુતા અને સૌંદર્ય એ બે એકસમાન થવાં જ જોઈએ; અને પેલો ગ્રીક સમાસશબ્દ “કાલકાગાથિયા’ (શિવ-સુંદર) અને તેને ભાવ (કે જેમનો અર્થ ગ્રીકોને સમજાત, પણ ખ્રિસ્તીઓને તે મુદ્દલ નહિ, તે) જનતાને માટે સર્વોચ્ચ આદર્શ રજૂ કરે છે. આ ગેરસમજ પર કળાની નવી વિદ્યા રચવામાં આવી, અને તેની હયાતી છે એમ પુરવાર કરવા સારુ પ્રાચીન લોકોનું કળા વિશેનું શિક્ષણ એવું તે મચડવામાં આવ્યું કે, આ નવી યોજી કાઢેલી કલા-વિદ્યા કે વિજ્ઞાન જાણે ગ્રીક લોકોમાં હયાત હતું એમ જણાય.
ખરું જોતાં, પ્રાચીનની કળા વિશેની વિચારણા આપણી વિચારણાને તદ્દન ના-મળતી હતી. એરિસ્ટોટલની કલામીમાંસા પરના પિતાના પુસ્તકમાં બૅનાર્ડ તદ્દન સાચું લખે છે કે, “જો ઝીણવટથી કોઈ તપાસે