________________
પરિચયસૂચિ
૨૨૩ પેન્સર, હર્બટ (૧૮૨૦-૧૯૦૩): જાણીતો અંગ્રેજ ફિલસૂફ ને સમાજમીસાંસક. તેના સમકાલીન વિજ્ઞાનીઓ – ડાર્વિન ને હકસ્તીને મિત્ર હતો. વિકાસવાદી વિચારપદ્ધતિને ઘારણે તેણે સમગ્ર સમાજ-વિજ્ઞાનને વ્યવસ્થિત વિચારવા પ્રયત્ન કર્યો છે.
તેના કહેવા પ્રમાણે, કલાનું મૂલ ખેલ કે લીલા છે...... નીચલી નિનાં પ્રાણીઓની બધી જીવનશક્તિ ભરણપોષણ અને વંશવૃદ્ધિ પાછળ ખરચાય છે. પરંતુ મનુષ્યમાં આ જરૂર પૂરી પાડ્યા પછી વધતી શક્તિ તેની પાસે સિલક રહે છે. શક્તિને આ વધારે ખેલ કે લીલામાં વપરાય છે, કે જે કલાને ખાતે જાય છે. ખેલ એ ખરી ક્રિયાની નકલ છે, અને કલા પણ એ જ છે. . . . ”
હટચિસન, ક્રાન્સિસ (૧૬૯૪-૧૭૪૭) અંગ્રેજ ફિલસૂફ. અધ્યાપક હતો. કલા પર લખનારમાં એક શરૂને એ ગણાય. તે કહેતો કે, કળા પારખવા માટે આપણુમાં એક આંતર ઇંદ્રિય છે. “આ ઇંદ્રિય નીતિની ઈંદ્રિય સામે હોય એવું બને. એટલે, હટચિસનના કહેવા મુજબ, સૌંદર્ય હમેશ સાધુતાને એકરૂપ નથી હોતું, પણ તેનાથી જુદું પડે છે, ને કેટલીક વાર તેથી ઊલટું હોય છે.”
' હરકયુલીસઃ શરીરબળ અને પરાક્રમનો રેમન દેવ. તેને વિષે કેટલીય અજબ વીર-કથાએ યુરેપના પુરાણોમાં ગૂંથાઈ છે.
હસ, જૈન ( ૧૩૬૯-૧૪૧૫) : બહેમિયાને વતની. ધર્મસુધારક હતો. તેના નવા ધર્મોપદેશને લીધે, તેને શિક્ષા ફરમાવવામાં આવેલી કે, તે ચા તો એનો ઇન્કાર કરે અથવા મોતને ભેટે. તેણે ધર્મને ખાતર શહીદ થવું પસંદ કર્યું.
હીન, હિનરીક (૧૭૯૯-૧૮૫૬): મહાન જર્મન કવિ. જીવનની શરૂઆતથી તે તેના કવિના નાજુક સ્વભાવથી ક્યાંય શાંત થઈ ગોઠવાઈ શકતે નહિ. યહૂદી હતો; પણ વકીલ થવા ખ્રિસ્તી થવું પડયું તેનું દુઃખ હમેશ તેને રહેલું. સુંદર કવિતા લખતો. રોમાંચક શૈલીને તે પુરસ્કર્તા હતો.
હુઈમેન, જેરીસ કાર્લ (૧૮૪૮-૧૯૦૭): કેન્ચ નવલકથાકાર. પ્રત્યક્ષ જીવનમાંથી તે કથાઓ રચતે. તેની નાગી અને અશ્લીલ વાતોથી ભારે ખળભળાટ થયેલ. અંતે તે શ્રદ્ધાળુ કૅથલિક બને ! અને તેનાં પાછળનાં લખાણોમાં તે તરફનું વલણ બતાવે છે.
હેગલ (૧૭૭૦-૧૮૩૧): પ્રખ્યાત જર્મન ફિલસૂફ. અધ્યાપક હતો. કાર્લ માકર્સ એના તત્ત્વજ્ઞાનમાં ઊછર્યો હતો. ટૉલ્સ્ટૉય તેના કલા-વિજ્ઞાન વિષે કહે છે કે,