________________
પરિચય-સૂચિ
૨૨૧ આ માણસ કહેવાય. ફ્રાન્સ, ઇટાલી, જર્મની, સ્પેનને ઘણોખરિ પ્રદેશ કબજે કરી તેણે એકચક્ર સ્થાપેલું.
શીલર, ક્રેડરિક ફેન (૧૭૫૮–૧૮૦૫) મશહૂર જર્મન કવિ. નાટકકાર. ઇતિહાસને અધ્યાપક હતો. કલામાં કાનટનો અનુયાયી. તેણે કલામીમાંસા પર ગ્રંથ લખ્યો છે. “તેના કહેવા મુજબ, કલાનો હેતુ સેંદર્ય છે. જેને ઊગમ પ્રત્યક્ષ લાભરહિત – નિષ્કામ આનંદમાંથી છે. એટલે કલાને ક્રીડા કે લીલા કહી શકાય. પણ તે મહત્ત્વ વગરના નકામા ધંધા અર્થમાં નહિ, પણ સેંદર્ય સિવાય બીજા કશા હેતુ વગર, ખુદ જીવનની સુંદરતાએના આવિષ્કારના અર્થ માં.” (ટોલ્સ્ટોય)
શેકસપિચર (૧૫૬૪-૧૬૧૬): પ્રખ્યાત અંગ્રેજ કવિ નાટચકાર. અંગ્રેજો તેને પોતાના પ્રથમ કવિવર તરીકે ગણે છે. જોકે ટૉલ્સ્ટૉય તે મતને નથી સ્વીકારતા. તેમણે તે કવિ ઉપર સ્વતંત્ર સમાલોચના કરી છે તેમાં એને બીજથીય નીચી કેટીમાં મૂક્યો છે.
શેલિંગ, ડરીક વિલ્હેમ જોસફ ફોન (૧૭૭૫-૧૮૪૫): જર્મન ફિલસૂફ, જીના વિદ્યાપીઠમાં અધ્યાપક હતો. ટોસ્ટૌચ કહે છે કે,
આપણા જમાનાના કલાના ખ્યાલે ઉપર એની ભારે અસર છે.” તે એમ કહેતો કે, “મર્યાદિતમાં અનંતનું પ્રજ્ઞાન એ સૌંદર્ય છે. . . . મને ગતને વસ્તુગત જોડે, કુદરતને બુદ્ધિ જોડે, ચેતનને જડ જોડે એક કરવું એ કળા છે; અને તેથી કરીને કલા સર્વોચ્ચ જ્ઞાન-સાધન છે. . . . કલાકાર સૌંદર્યને જન્મ આપે છે તે પોતાના આવડત કે આયોજનના જ્ઞાન વડે નહિ, પરંતુ તેનામાં રહેલે સૌંદર્યનો ભાવ પોતે જ તેને જમાવે છે.”
શેપનહેર, આર્થર (૧૭૮૮-૧૯૬૦): જર્મન ફિલસૂફ અધ્યાપક હતે. કાટ, શેલિંગ અને હેગલની સામેની તત્ત્વદષ્ટિવાળા એ હતો. તે કલામાં ઈચ્છાશક્તિ કે સંકલ્પ વ્યક્ત રૂપે ઊતરે છે એમ માનતો. દુનિયાને તે સંકલ્પ રૂપે મૂર્તિમંત થતી કહે છે. તે કહે કે, “ જુદી જુદી ભૂમિકા ઉપર પરમ ભાવને મૂર્ત કરવાની શક્તિ સૌમાં હોય છે. આ શક્તિ કલાકારની પ્રતિભા માં વધારે હોય છે; તેથી તે વધારે ઊંચા દરજજાની સુંદરતા વ્યક્ત કરે છે.”
સલી, જેમ્સ (ઈ. સ. ૧૮૪૨–?)ઃ જાણીતે અંગ્રેજ માનસશાસ્ત્રી; લંડન યુનિવર્સિટીમાં અધ્યાપક હતો. શરીરવિદ્યાને આધારે કલાનું તત્ત્વ સમજાવનારાઓ માં તે મુખ્ય હતે.