Book Title: Kala Etle Shu
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 265
________________ ૨૨૦ કળા એટલે શું? ધનિકને બારણે (“ડાઇઝ' તેનું નામ છે એમ ટસ્ટયને ઉલ્લેખ છે. ગ્રીકમાં તેનો અર્થ ધર્નક છે.) ટુકડા મળવાની આશાએ બેસે છે. મરણ બાદ ધનિક ડાઈઝ નરકમાં અને લેઝેરસ રવર્ગમાં જાય છે, એમ કથા યૂથર, માર્ટિન (૧૪૮૩-૧૫૪૬): પોપ સામે થનાર પ્રખ્યાત જર્મન ધર્મસુધારક, પ્રોટેસ્ટંટ ધર્મને આદિ સંસ્થાપક. પપ સામેના પિતાના બળવાની સફળતા જોઈને જનાર ભાગ્યશાળી એ હતો. વલેન, પૌલ (૧૮૪૪-૯૬) કેચ કવિ. “લિરિક' લખત. અનેક જગાએ શિક્ષક તરીકે કામ કરતે; ખેતીમાંય પડે. પણ વિચિત્ર આચારવિચારને લઈને ક્યાંય ટકતો નહિ. સ્ત્રીએ પણ છૂટાછેડા કર્યા. ગરીબાઈ, રેગ, અને અથડામણમાં છેવટે મર્યો હતો. વાઈલ્ડ, ઑસ્કરઃ જુઓ સ્કર વાઇલ્ડ. વિકલીફ, જન (૧૩૨૪-૧૩૮૪): પ્રખ્યાત અંગ્રેજ વિદ્વાન અને ધર્મસુધારક. રોમન કૅથલિક ધર્મ સામે થવાને તેને બહુ વેઠવું પડેલું. અંગ્રેજીમાં બાઈબલનો તેણે (તેના સાથીઓ વગેરે સાથે મળીને) પહેલે તરજૂમો કરાવેલો. ઑકસફર્ડની બેલિયલ કૉલેજને આચાર્ય થ હતો. “વિહેમ મીસ્ટરગેટેની ૮ ખંડમાં બહાર પડેલી પ્રસિદ્ધ નવલકથા (૧૭૯૬). એક જર્મન યુવક કલાકારની કાલ્પનિક જીવનકથા. - વીનસ, મિલ'ની : પ્રાચીન ગ્રીક શિલ્પના એક સર્વોત્તમ નમૂને. વીસ” દેવીનું આ બાવલું ગણાય છે. ફિડિયાસના એક શિષ્યની કૃતિ મનાય છે. ( જુઓ ફિડિયાસ) વૅનર, રીચર્ડ (૧૮૧૩-૮૩)ઃ જર્મન નાટય-સંગીતકાર. ૧૯મા સૈકામાં સંગીત પર ભારે અસર કરનાર ગણાય છે. વૈભેર (૧૬૯૪-૧૭૭૮ ) મહાન ફ્રેંચ લેખક, ઇતિહાસકાર અને નાટયકાર, તથા ફિલસૂફ ટોય તેની કલાદષ્ટિ વિષે કહેતાં લખે છે, શું સુંદર છે તે નક્કી કરનાર રુચિ છે. અને રુચિના નિયમો નક્કી નથી કરાયા એટલું જ નહિ, તે નક્કી થઈ ન શકે એમ કબૂલ કરવામાં આવે છે . . . વોલ્ટર આ મત ધરાવતો.' વાડન્સ લોકેઃ રામના ધર્મથી અલગ એક પ્રાચીન જમાત આ છે. તેઓ પોતાનો ધર્મ રાખી રહ્યા છે. ઇટાલીમાં તે લોકો છે. પોતાની આ અલગતા માટે તેમને ઇતિહાસમાં ખમવું પણ પડયું છે. શાલમેન (૭૪૨-૮૧૪) કેન્ક લેકને રાજા. પિતાના પ્રભાવથી તે રિમન બાદશાહને પદે પહોંચેલે. “પવિત્ર રેમન સામ્રાજ્યની સ્થાપનાર

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278