________________
પરિચય-સૂચિ
૨૧૯ જાણીતું એક પુસ્તક છે. બાઇબલનો અભ્યાસ કરવા તે હિબ્રુ શીખે હતો અને સેમિટિક પ્રદેશનાં તેનાં બધાં સ્થળનું પુરાતત્ત્વ જેવા જાતે ગયે હતું. એક મહાન વિચારક તરીકે કાસમાં તે મશહુર છે. કળાના વિષયમાં તે એક જગાએ કહે છે કે, “ખ્રિસ્તી ધર્મની આ એક ચાખી ભૂલ હતી. તે કેવળ નીતિધર્મ છે; સૌંદર્યને તે સાવ ખતમ કરી દે છે. પણ સંપૂર્ણ ફિલસૂફીની દૃષ્ટિએ, સૌંદર્ય . . . તો સદ્ગણ પેઠે ઈશ્વરી ભેટ છે.” અને બુદ્ધિ, કશી આવડત કે કળા તથા ખાસ સદ્ગણ કે શીલ વિના પણ એકલું રૂપ ધરાવવાથી સ્ત્રી એક ઈશ્વરી વિભૂતિ બને છે, એમ તે જણાવે છે. ટસ્ટૉય તેની આ વિચારણું ઉપર ટીકા કરે છે.
રેમી-દ-ગુમન્ટ (૧૮૫૮-૧૯૧૫): કેન્ચ વિવેચક. તે નિબંધકાર ને નવલકથાલેખક પણ હતો. કાવ્યો નાટકો પણ લખતો, પરંતુ તે વખણાયાં નથી.
રેવઈ (૧૮૧૩-૧૯૦૦): ફેંચ ફિલસૂફ ને પુરાતત્ત્વવિદ; અધ્યાપક હતો. સૌંદર્યને તે જગતનનો અંતિમ હેતુ અને પ્રોજન માનતો. “પરમ દિવ્ય અને ખાસ કરીને પરમ સંપૂર્ણ સૌંદર્યમાં જગતનું રહસ્ય છુપાયેલું
રૉબર્ટ મૅકેરઃ ચાલાકી અને ભારે શક્તિ દાખવતું એક બહારવટિયા પાત્ર એક નાટકમાં આવે છે. આવી બેફામ શક્તિ ઘણી જગાએ ભારે લોકપ્રિય કથાઓનું રસબિંદુ હોય છે.
સસી (જન્મ ૧૮૬૫-): ઈટાલીનો ગાયક અને પેરા-નટ. રેસ્ટેન્ડ, એડમંડ (૧૮૬૮-૧૯૧૯): કેચ એકેડેમીનો સભ્ય અને જાણતો નાટચાર.
લાડી મીર (ઈ. સ. ૯૮૦-૧૦૧૫) રશિયાનો એક પરાક્રમી રાજવી. રશિયામાં ચાલતા ધર્મ—ગ્રીક ચર્ચનો સ્થાપનાર એ તે. એમ એણે ધર્મ પ્રવર્તાનમાં રાજ્યસત્તાની મદદ આપી હતી.
લિઝટ, ફ્રાન્ઝ (૧૮૧૧-૮૬) : પિચાનો-વાદક અને સંગીતકાર; હંગેરીનો હતો. જીવનમાં પછીથી તે પાદરી થઈ ધાર્મિક કૃતિઓ કરતો હતો.
લિપાડી, કાઉન્ટ (૧૭૯૮-૧૮૩૭): ઇટાલીને કવિ. જીવનમાં અસંતોષ અને નિરાશા શરૂથી તેનામાં હતાં. તેથી બાયરન પેઠે તે અહીંથી તહીં (શાંતિની શોધમાં) ફર્યા કરતો. ભારે લાગણિયાળ નાજુક જીવ હતો. તે ઈટાલીનો એક મોટે કવિ ગણાય છે.
લેપેજ, બેસ્ટીન (૧૮૪૮-૮૪): જાણીતો ફ્રેંચ ચિત્રકાર.
લેઝેરસ બાઇબલની ‘શૂની સુવાર્તા' (પ્ર. ૧૬)માં આવતી ઈશુની ધનના દુરુપગની એક દષ્ટાતકથાનું પાત્ર. લેઝરસ રંગી ભિખારી છે. એક