________________
પરિચયસૂચિ બોમગાર્ટન, એલેકઝાન્ડર ગેટલીબ, (૧૭૧૪–૧૭૬૨): જર્મન હતું. ફિલસૂફીને અધ્યાપક હતો. કલાને એક સ્વતંત્ર મીમાંસા તરીકે તેણે નિરૂપવાનું શરૂ કર્યું; તે અંગે “એસ્થેટિકસ' (સૌદર્યમીમાંસા) શબ્દ એણે પહેલો વાપર્યો. એન્સાઇકલપીડિયા બ્રિટાનિકા કહે છે કે,
આ નામ જ બતાવે છે કે, એની કલામીમાંસા કેવી અધૂરી અને આંશિક હતી; આથી એણે એક એવું તત્ત્વ બતાવ્યું કે જે લાગણી કે સંવેદન જેવું અસ્થિર છે, અને છતાં સૌંદર્યના પ્રશ્નો વિષે નિર્ણય કરવા માટે તેને એણે અંતિમ કારણ બતાવ્યું.” તેના કલાવાદનું વર્ણન ટૉલ્સ્ટૉય ત્રીજા સાર-પ્રકરણમાં આમ આપે છે:
તર્કગમ્ય જ્ઞાનને હેતુ સત્ય છે, કલાકીય (એટલે કે ઇંદ્રિયગમ્ય) જ્ઞાનનો હેતુ સૌદર્ય છે. સૌંદર્ય એ ઇંદ્રિયો દ્વારા પરખાતું પરમ પૂર્ણ છે; સત્ય એ બુદ્ધિ દ્વારા પ્રતીત થતું પરમ પૂર્ણ છે; સાધુતા એ નૈતિક ઇચ્છાશક્તિ દ્વારા પહેાંચાતું પરમ પૂર્ણત્વ છે.
સૌંદર્યની વ્યાખ્યા બામગાર્ટન પરસ્પર-સંગતતા, એટલે કે, સમગ્રના સંબંધોમાં તથા પરસ્પર પિતપતાના સંબંધમાં અવયવો કે ખંડેની વ્યવસ્થિતિ,-એવી કરે છે. સૌંદર્યનો પિતાનો હેતુ મજા કે આનંદ આપવાનો ને ઇચ્છા કે કામનાને ઉત્તજવાનો છે. . . . સૌંદર્યને પ્રગટ થવા વિષે બમગાટન માને છે કે, તેની સર્વોચ મૂર્તિ આપણને કુદરતમાં ઊતરેલી મળે છે. અને તેથી તેને લાગે છે કે, કલાને સર્વોચ્ચ હેતુ કુદરતનું અનુકરણ છે. • • •
બ્રાન્સ, જોહન્સ (૧૮૩૩-૯૭): જાણીતો જર્મન સંગીતકાર. તેણે સંગીતની ૩૦૦ ચીજો રચી, યુરોપભરમાં પ્રથમ વર્ગના સંગીતકાર તરીકે નામના મેળવી છે.
બ્રટન, જુલ્સ (૧૮૨૭–૧૯૦૬): એક જાણીતે કેચ ચિત્રકાર.
માઈકેલ એજેલે (૧૪૭૪-૧૫૬૩)ઃ ઇટાલીને વિખ્યાત ચિત્રકાર, શિલ્પી અને સ્થપતિ. યુરોપમાં ધડારૂપ ગણાતે એક મહાન કલાકાર આ છે.
માનેટ (૧૮૩૨-૧૮૮૩) માટે ફ્રેન્ચ ચિત્રકાર.
મર્સ, કાલ (૧૮૧૮-૧૮૮૩) : સમાજવાદો જાણત પ્રણેતા. જર્મન યહૂદી હતે. “કૅપિટલ” તેનું મુખ્ય પુસ્તક છે. ખૂબ મુશ્કેલી અને ગરીબી વેઠીને પણ તેણે પોતાનું ગરીબ-સેવાનું મિશન પૂરું કર્યું. તે પાર્થિવ વિકાસવાદી દૃષ્ટિમાં માનનારો હતો. ટચ તેનો ઉલ્લેખ કરે છે.
માસેલ પ્રોસ્ટ (ઈ. સ. ૧૮૭૧-૧૯૨૨ ) ફેન્ચ નવલકથાકાર. ટૉલ્સ્ટૉયને સમકાલીન. તે નાટકાર પણ છે. ૧૯૦૯ માં તેને કેચ એકેડેમીનું સભ્યપદ મળ્યું.