Book Title: Kala Etle Shu
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 260
________________ પરિચય-સૂચિ ૨૧૫ ફિલસૂફીનું વિદ્યાલય કાઢયું હતું. તે પ્લેટની પરંપરામાં માનનારો હતો. કલાની મીમાંસા ગઢ તત્ત્વને આધારે કરવામાં તે પહેલા મનાય છે, જોકે તેની મૂળ દૃષ્ટિ તે પ્લેટના તત્ત્વજ્ઞાનના સિદ્ધાંત પરથી જ છે. ફિડિયાઝ (ઈ. પૂ૦ ૪૯૦-૪૩૨) પ્રખ્યાત ગ્રીક શિ૯પી. પિરિકલીસે તેને એથેન્સ શણગારવાના કામમાં લીધેલ. “એથીના ” દેવીનું તેનું પૂતળું પ્રખ્યાત છે. યુરોપને સૌથી મહાન એક શિ૯પી તે ગણાય છે. એક પૂતળાની કલ્પનામાં ધર્મવિમુખ આલેખન કરવા માટે તેને જેલમાં નાંખેલો ને ત્યાં જ એ મરી ગયો. ફિશ, જોહન ગેટલીબ (૧૭૬૨-૧૮૧૪)ઃ જર્મન ફિલસૂફ. કાનટનો પટ્ટશિષ્ય હતો; તેના વિચારોને આગળ લેવાને ફાળે એણે તત્ત્વજ્ઞાનક્ષેત્રમાં આપ્યું છે. ટૉલ્સ્ટૉય તેમના પુસ્તકના વ્યાખ્યા-પ્રકરણમાં તેને વિષે આમ લખે છે – “ફિશ કહે છે કે, સૌંદર્યનું પ્રજ્ઞાન આમ ઉદભવે છે? –દુનિયા એટલે કે કુદરતને બે બાજુ છેઃ એક બાજુ તે આપણી મર્યાદાઓને સરવાળે છે; તો બીજી તરફ તે આપણી સ્વતંત્ર વિચાર-પ્રવૃતિનો સરવાળો છે. પહેલી બાજુ પ્રમાણે દુનિયા મર્યાદિત – બદ્ધ છે; બીજી બાજુ પ્રમાણે તે સ્વતંત્ર છે. પહેલી દૃષ્ટિએ દરેક પદાર્થ મર્યાદિત,વિરૂપ, સંકુચિત, બદ્ધ છે – એટલે આપણે વિરૂપતા જોઈએ છીએ. બીજી દ્રષ્ટિએ આપણે તેની આંતરપૂર્ણતા, ચેતનતા અને પુનર્જીવન ભાળીએ છીએ – એટલે આપણે સૌંદર્ય જોઈએ છીએ. એટલે ફિશ કહે છે કે, પદાર્થની વિરૂપતા કે સરૂપતા ચા સુંદરતાને આધાર જેનારના દૃષ્ટિબિંદુ ઉપર છે. તેની સુંદરતાનું અધિષ્ઠાન જગત નથી, પણ સુંદર આત્મા છે. કળા એ આ સુંદર આત્માનો આવિષ્કાર છે, અને તેને હેતુ માત્ર મનની જ કેળવણી નહિ (તે કામ પંડિતોનું છે), માત્ર હૃદયની જ નહિ (તે કામ નીતિ-શિક્ષકોનું છે), પરંતુ સમગ્ર માનવની કેળવણું છે. તેથી સૌંદર્યની ખાસિયત કોઈ બાહ્ય ચીજમાં નહિ, પણ કલાકારમાં સુંદર આત્માની હયાતીમાં રહેલી છે.” ક્રાન્સિસ, (એસિસીને) સંત (૧૧૮૨-૧૨૨૬): એક ઊંચા ઘરને નબીરો હતે. એ સાધુ થયે અને શુદ્ધ ખ્રિસ્તી ધર્મની જોત જગવવા તેણે ભારે તપ અને સાધના કરી. તેના નામને એક સાધુ-પંથ આજેય ચાલે છે. ત્યાગ, સંન્યાસ અને અપરિગ્રહ તથા સેવા એ તેનાં મુખ્ય લક્ષણે હતાં. ( જુઓ મહાદેવ દેસાઈ કૃત “સંત ક્રાન્સિસ') કેન્ચ ઉદારવાદીએ (પા. ૧૫): અંગ્રેજીમાં તેમને “એલેટિક' કહે છે. આ શબ્દ ગ્રીક પરથી છે, જેનો અર્થ “હું પસંદ કરું છું” થાય છે.

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278