________________
પરિચયસૂચિ
૨૧૩ કટાક્ષમય ચિત્ર. કથાના વૈવિધ્યપૂર્ણ રસને લઈને જગ-સાહિત્યમાં તે સ્થાના પામે છે.
ડેસ્ટોસ્કી (૧૮૨૧-૮૧) : પ્રખ્યાત રશિયન નવલકથાકાર. તેની અનેક કથાઓ અંગ્રેજીમાં ઊતરી છે. “કાઈમ એન્ડ પનિશમેન્ટ’ તેમાં એક જાણીતી છે.
દવિસી, લિયોનાર્ડો (૧૪૫૨-૧૫૧૯) ઈટાલીનો મહાન પ્રતિભાશાળી ચિત્રકાર, સ્થપતિ અને શિ૯પી. “ઈશુનું છેલ્લું વાળુ” એ તેનું ચિત્ર ખૂબ પંકાયું છે. ચિત્રકલામાં આદર્શ રૂપે એ મનાય છે.
દેલાશ, પલ (૧૭૯૭-૧૮૫૬ )ઃ પ્રખ્યાત ફ્રેંચ ચિત્રકાર. (ઇતિહાસનાં ચિત્ર ખાસ દોરતે.) કાવ્યની ગૂઢ અસર કરતાં તાદશતાની પ્રત્યક્ષ અસર સરજીને તે આમ-લકને ચેપી શકતો. આ રીતે ઇતિહાસનાં પાત્રો ઉપરાંત, ખ્રિસ્તી ધર્મના ઇતિહાસનાં આદિ પાત્રો પણ તેણે ચીતર્યા છે.
ધી ગેહડન કાફ: પ્રાચીન યહુદીઓમાં “કાફ’ વાછડાની સેનાની મૂર્તિ પૂજતી. તે મૂર્તિપૂજાને પિગંબર મૂસાએ અંત આ.
નિશે ( ૧૮૪૪-૧૯૦૦): મહાન જર્મન લેખક. “અતિમાનવ” – સુપરમેન'-ના આદર્શ પૂજારી. ઉપલા વર્ગોના ગુણે તેને સહેજે સારા લાગતા. આની જોરદાર હિમાયત તેણે પિતાનાં લખાણમાં કરી છે. નીતિરીતિની પરવા વગર નરી અતિશક્તિની આ પૂજાને દુરુપગ સારી પેઠે થયો છે. સિંકલેર (“ઍમન-આર્ટ પા. ૩૦૨) તેના ગ્રંથ “બસ પેક જરથુષ્ટ્ર”ના આવા “મુક્ત-શક્તિ-વાદ” માટે કહે છે કે, તેમાંથી નરી છાકટાપણાની સમજ ઘટાવતાં ચેતવું જોઈએ. ને તેના દાખલા તરીકે તે બોડલેર, વલેન, મુસેટ, પ, અને ડાઉસન ટાંકે છે.
પાકલ (૧૬૨૩-૧૬૬૨) પ્રખ્યાત ફેચ ફિલસૂફ અને ગણિતી. તે ધાર્મિક વૃત્તિને માણસ હતો. ગણિતશાસ્ત્રમાં તેણે અનેક શોધ કરેલી છે. જેવી કે જળશક્તિનું પ્રેસ, બૅરેમિટર વડે ઊંચાઈ માપવી, ઇ. છેવટે સાધુ થઈ તે એક મઠમાં દાખલ થયો હતે.
પીટર પહેલે (રશિયાને) (૧૬૭૨-૧૭૨૫)ઃ “મહાન” પીટર કહેવાય છે તે રશિયાના ઝાર.
પુકિન (૧૭૯૯-૧૮૩૭): રશિયન કવિ. પરદેશ ખાતાની કચેરીમાં નોકરી કરતો હતો. તેનું સૌથી સારું કાવ્ય “Eugene Onyegin ” કહેવાય છે તે ૧૮૩૨ માં બહાર પડેલું. ૧૮૩૭માં તેના સાટુ ભાઈ જોડે હૃદ્ધ લડવામાં મરી ગયેલ.