________________
પરિચય-સૂચિ
૨૧૧ કરત. સ્ટેય એને માટે લખે છે કે, “તેના કહેવા પ્રમાણે, દશ્ય જગત દેહરૂપી વસ્ત્ર છે કે જે સાધન વડે આપણે સૌન્દર્ય જોઈ એ છીએ.”
સફઃ જેકબનો પુત્ર. (જુઓ જેકબ.) ભાઈ ભાઈમાં તેલ કેવી ખરાબ વસ્તુ છે એ વિશે આનો દાખલે બાઇબલમાં છે. તેના ભાઈએ એનો દ્વેષ કરતા, કેમ કે તે પિતાને વહાલે હતો. તે જંગલમાં મરી ગ, એવી વાત તેમણે ચલાવી. આ પરથી સમજી તે ઇજિપ્ત ચાલ્યો ગયો. ત્યાં તે ચડતાં ચડતાં રાજાનો દીવાન બન્યો. આ બાજુ તેના પિતા ને ભાઈઓ દુકાળમાં મરે છે એવી ખબર પડતાં, જેસફે આખા પરિવારને ઇજિપ્ત બોલાવી માનથી રાખ્યો. આમાંથી ઇજિપ્તમાં તે વસ્યા, જ્યાંથી આગળ ઉપર પેગંબર મૂસા તેમને પાછા વતનમાં લઈ આવે છે.
જ્ઞાનોદય યુગઃ યુરોપમાં ૧૫મા સૈકાથી પ્રારંભ થયેલો યુગ. તેની શરૂઆત ઈ. સ. ૧૪૫૩માં કોન્સ્ટટિનોપલ પડયું ત્યારથી ગણાય છે. મધ્યયુગમાં જે ગ્રીક જ્ઞાન-વિજ્ઞાન દબાઈ ગયું હતું તે આ બનાવથી છતું થયું. તેથી પ્રાચીન ગ્રીક જીવનદષ્ટિ યુરોપે પાછી જોઈ-જાણું. તેણે જે કાંતિ શરૂ કરી તેને જ્ઞાનોદય યુગ કહે છે. એના જ અનુસંધાનમાં ભૌગોલિક શે અને નવા પ્રોટેસ્ટંટ ધમનો યુગ પણ શરૂ થયો. અર્વાચીન યુરોપન સુધારો અહીંથી શરૂ થતા ગણાય છે.
ઝાલા, એમિલ (૧૮૪૦-૧૯૦૨) મહાન ફેચ નવલકથાકાર. એક માટે લાંબે વિષય લઈ તેને તેણે અનેક કથાઓની માળા દ્વારા ચીતર્યો છે. આ કંથાએથી તે ભારે નામના પામ્યો. પછી તો તે જે લખે તે વંચાવા લાગેલું. એક નિર્દોષ માણસને બચાવવામાં તેણે જે જહેમતભર્યો પુરુષાર્થ કર્યો, તેનાથી તે એક સ્વતંત્ર ન્યાયપ્રિય નાગરિક તરીકે પણ ખૂબ વખણાય છે.
રજનેવ, આઇલૅન (૧૮૧૮-૮૩)ઃ રશિયન નવલકથાકાર. તેનું પહેલું લખાણ “ મૈન્સ નોટબુક” ૧૮૪૬માં બહાર પડયું. નવલકથાકાર તરીકે તે આગલી હરોળમાં રશિયામાં ગણાય છે. પણ તે ઉપલા વર્ગનો ને તેમની દૃષ્ટિનો જ લેખક ગણાય. અપ્ટન સિંકલેર પણ તેના “ઍમન આર્ટ'માં ટૉસ્ટેચ પેઠે જ ટીકા કરે છે કે, “ટજેનેવનું કથા-વસ્તુ આ રામી વર્ગોને સૂઝતી કથાઓનું જ હતું. . . . તે આરામી વર્ગોની પરંપરાને નિયતિવાદી અને શહેરી અશ્રદ્ધાવાળે કળાકાર છે.”
ટિશિયન (૧૪૭૭-૧૫૭૬): એક સૌથી મહાન ગણાતે યુરોપનો ચિત્રકાર. તે ઇટાલીનો હતો. ટૌસ્ટચ કહે છે એમ, એનું ચિત્ર એટલે કળા જ, એમાં પૂછવાનું કેવું !– એવો તેને વિષે ભાવ બંધાયેલ છે.