Book Title: Kala Etle Shu
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Parivar Prakashan Sahkari Mandir

View full book text
Previous | Next

Page 254
________________ પરિચયસૂચિ (“ હિસ્ટરી ઓફ એસ્થેટીક”) કહે છે, આ વ્યાખ્યાન માં બહુ માલ નહે, જેકે ભારે શબ્દો બહુ હતા. “પણ તેથી જ તે સારો આવકાર પામેલાં. તેનાથી વધારે કીમતી વ્યાખ્યાને તો થિયોડર જેક્રોનાં હતાં.' (પા. ૩૫૧) ટોસ્ટયે તેમના વ્યાખ્યાઓના સારમાં કઝીન વિષે કહ્યું છે, “તે જર્મન આદર્શવાદીઓનો અનુયાયી હતો. તેના કહેવા પ્રમાણે, હમેશ સૌંદર્યને નૈતિક પાયે હોય છે. કળા એ અનુકરણ છે અને મજા કે આનંદ આપે તે સુંદર, એ સિદ્ધાંતની સામે તે છે. તે એમ સમર્થન કરે છે કે, સૌંદર્યની વસ્તુગત વ્યાખ્યા આપવી જોઈએ. સોંદર્ય એ વિવિધતામાં એકતાની અંદર ખાસ કરીને રહેલું છે.” કાન્ટ (૧૭૨૪-૧૮૦૪) : યુરોપની અર્વાચીન ફિલસૂફીમાં એક અતિ ગૌરવપ્રદ સ્થાન ભોગવનાર આ વિચારક જર્મનીનો હતો. આખી જિંદગી અધ્યાપક-કામ કર્યું. “ તેના કલા વાદનો પાયો નીચે મુજબ છે :- માણસ પાસે પિતાની બહાર વતી કુદરતનું અને કુદરતમાં રહેલા એવા પિતાનું જ્ઞાન છે. પોતાની બહાર રહેલી કુદરતમાં તે સત્ય મેળવવા મથે છે; પિતા માં તે સાધુતા મેળવવા મથે છે. પહેલી વસ્તુ કેવળ બુદ્ધિનું કામ છે; બીજી વસ્તુ વ્યવહાર-બુદ્ધિ (સ્વતંત્ર ઇચ્છા શકિત) નું કામ છે. પ્રજ્ઞાન થવાનાં આ બે સાધનો ઉપરાંત એક એવી નિર્ણયશકિત પણ છે, કે જે તર્ક-વ્યાપાર વગર નિર્ણય બાંધે છે અને ઇચ્છા વગર–નિષ્કામપણે મજા કે આનંદ ઉપજાવે છે. કલાકીય લાગણીનો પા આ શક્તિ છે. . . .” - કવિન, જન (૧૫૦૯-૧૫૬૪) યુરોપના માટે ખ્રિસ્તી ધર્મસુધારક. સ્વિટઝરલૅન્ડનો વતની; મ્યુરિટન ધર્મ શાખાનો એક ઉત્પાદક. લ્યુથરના ધર્મ કરતાં તે વધારે તપ અને સંયમ બતાવનાર હતા. તે પણ, લ્યુથર પેઠે, પિપશાહી ને ધર્મના સડા સામે થનાર હતો. કિર્લિંગ, રૂડયાર્ડ (૧૮૬૫-૧૯૩૬): અંગ્રેજ કવિ ને નવલકાર. મુંબઈમાં જન્મેલે ને હિદમાં પત્રકાર તરીકે કામ કર્યું હતું. ભારે સામ્રાજ્યવાદી હતો. તેની કથાઓ બહુ લોકપ્રિય થઈ હતી. લધુકથાકાર તરીકે તેણે સારી નામના મેળવી છે. કીફનું દેવળઃ રશિયાના તે નામના વિભાગનું મુખ્ય ગામ. ત્યાં સેંટ સેફિયાનું (રશિયામાં જૂનામાં જૂનું) દેવળ છે. કૅ ન્ટાઈન (ઈ. સ. ૨૮૧-૩૩૭) રામને બાદશાહ. ઈસ્વી આદિ સૈકામાં પ્રાચીન ગ્રીક પૅગન ધર્મ અને નવો ખ્રિસ્તી ધર્મ ઝઘડતા, તેમાં આદિ ખ્રિસ્તીઓ પર ભારે દમન ચાલતું. પણ તેઓ પોતાની અડગ શ્રદ્ધા, સહન, અને બલિદાનથી માગ મુકાવતા. અંતે આ બાદશાહે ખ્રિસ્તી ધર્મ ક.-૧૪

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278